રાજયના 8 મહાનગરોને રાત્રી કર્ફ્યૂમાં રાહત,10 ના બદલે 11 થી શરૂ થશે, આ તારીખથી અમલી
28, જુલાઈ 2021

ગાંધીનગર-

મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીમાં કેટલાક મહત્વ પૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે.આ નિર્ણયો અનુસાર રાજ્યમાં 8 મહાનગરોમાં હાલ જે રાત્રિ કરફ્યુ અમલમાં છે તેની સમય મર્યાદા આગામી 31 જૂલાઈ થી 1 કલાક ઘટાડવામાં આવી છે.

હવે 10 ના બદલે 11 થી શરૂ થશે રાત્રિ કર્ફ્યૂ

એટલે કે આ 8 મહાનગરો માં રાત્રિ કરફ્યુ નો અમલ હાલ રાત્રીના 10 થી સવારે 6 વાગ્યા સુધી નો છે તે 31 જૂલાઈ થી રાત્રિના 11 થી સવારે 6 વાગ્યા સુધીનો રહેશે. 8 મહાનગરોમાં હોટેલ અને રેસ્ટોરન્ટ રાત્રે 10 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે

જાહેર સમારંભમાં 400 વ્યક્તિની છૂટ

રાજયમાં હાલ જાહેર સમારંભો ખુલ્લી જગ્યામાં યોજવા માં જે 200 વ્યક્તિઓ ની મર્યાદા છે તે તારીખ 31 જૂલાઈ થી વધારીને 400 વ્યક્તિઓ ની કરવામાં આવી છે.બંધ હોલમાં 50 ટકા અને મહત્તમ 400 લોકોને મંજૂરી

આવા કાર્યક્રમોનું જો બંધ હોલમાં આયોજન કરવામાં આવ્યું હોય તો કુલ બેઠક ક્ષમતા ના 50 ટકા પરંતુ મહત્તમ 400 વ્યક્તિઓ ની મર્યાદા માં અને કોરોના સંક્રમણ નિયંત્રણ ના નિયમો ના સંપૂર્ણ પાલન સાથે આવા સમારોહ યોજવા ના રહેશે.

ગણેશોત્સવમાં 4 ફૂટની ગણેશ પ્રતિમા રાખવા મંજૂરી

સમગ્ર રાજ્યમાં આગામી ગણેશોત્સવ માં સાર્વજનિક ગણેશોત્સવ માં વધુમાં વધુ 4 ફૂટ ની ગણેશ પ્રતિમા રાખવા દેવાની મંજૂરી આપવાનો નિર્ણય આજે મળેલી કોર કમિટી માં લેવામાં આવ્યો છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution