ન્યૂ દિલ્હી

હાલ પ્રિયંકા થોડા મહિનાથી લંડનમાં રહી રહી છે. પ્રિયંકા ચોપડાને તેના પતિ સિંગર નિક જોનાસની બહુ યાદ આવી રહી છે. પ્રિયંકા ચોપડાએ ખુલ્લેઆમ આ વાત સ્વીકારી અને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી નિક સાથેની એક તસવીર શેર કરી. તસવીરમાં પ્રિયંકા અને નિક એક બીજાની આંખોમાં આંખો મૂકીને હસતા નજરે પડે છે.

ફોટામાં બંને ખૂબ રોમેન્ટિક પોઝ આપી રહ્યા છે. પ્રિયંકા-નિકની આ તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. લોકો બંનેને પસંદ કરી રહ્યા છે અને ટિપ્પણી પણ કરી રહ્યા છે. પતિ નિક સાથે તેનો ફોટો શેર કરતી વખતે દેશી ગર્લ પ્રિયંકા ચોપડાએ લખ્યું હું તમને ખૂબ જ યાદ કરું છું". આ સાથે તેણે હાર્ટ ઇમોજી પણ શેર કર્યો છે.

ફોટામાં પ્રિયંકા નિક બગીચામાં સામ-સામે ઉભા જોવા મળી રહ્યા છે. બંને એકબીજાની આંખો માં જોઈ રહ્યા છે. ફોટામાં બંનેની સ્મિત ચાહકોને વેગ આપી રહી છે.

હવે ફોટામાં આ બંનેના આઉટફિટ્‌સની વાત કરવામાં આવે તો પ્રિયંકા વ્હાઇટ ઓવર કોટમાં જોવા મળી રહી છે. તે તેના વાળમાં બન બનેલો જોવા મળે છે. પેન્સિલ હિલ લૂક માં આકર્ષક લાગી રહી છે. નિક જોનાસ બ્લુ જેકેટ અને જીન્સમાં જોવા મળી રહ્યો છે.