સુશાંતને યાદ કરી ભૂમિકા ચાવલાએ કહ્યું, ‘પ્રયત્નો છતાં ભૂલી નથી શકતી’
06, જુલાઈ 2020

અચાનક સુશાંત સિંહ રાજપુતે આત્મહત્યા કરી લેતા સમગ્ર બોલિવૂડ સદમામાં સરી પડ્યુ હતુ. તેના પ્રશંસકો હજુ પણ આ વાત માનવા તૈયાર નથી કે સુશાંત આવું પગલું ભરી શકે. આજે પણ સુશાંતને યાદ કરવામાં આવે છે. અભિનેત્રી ભૂમિકા ચાવલા હજી પણ સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાને ભૂલી શકી નથી. સુશાંતનું નિધન થયાને ૨૦ દિવસ થયા છે, ભૂમિકાને એટલો આઘાત લાગ્યો છે કે તે આ આંચકો પચાવી શકતી નથી અને ખુબજ દુઃખી છે. સોશિયલ મીડિયા પોસ્ટ લખીને ભૂમિકાએ ફરી એકવાર સુશાંતને યાદ કર્યો છે. ભૂમિકા ચાવલાએ સુશાંત સિંહ રાજપૂત સાથે ફિલ્મ ‘એમએસ ધોની’ માં કામ કર્યું હતું. આ ફિલ્મમાં તેણે સુશાંતની બહેનની ભૂમિકા ભજવી હતી. સુશાંત સિંહ રાજપૂતની તસવીર સાથે ભૂમિકાએ લખ્યું કે ‘સુશાંતને ગયાને ૨૦ દિવસથી વધુનો સમય થઈ ગયો છે. હું સવારે ઉઠુ અને બસ તેના જ વિચારો આવે છે. હજુ સુધી આશ્ચર્યમાં છુ કે આવુ સુશાંત કરી જ કેમ શકે? ફિલ્મમાં મેં સુશાંત સાથે સ્ક્રીન શેર કરી અને એક અલગ જ જાડાણની લાગણી અનુભવી. તે હતાશા હતી, કંઈક વ્યક્તિગત વાત હતી એક વખત ખુલીને વાત કરવી જાઈતી હતી. ભૂમિકા લખે છે કે ‘જા આ પ્રોફેશનની વાત હોત તો મને વાંધો હોત. 

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution