વિદેશી પરિબળોએ એઆઈનો ઉપયોગ કરી ભારતની ચૂંટણીને પ્રભાવિત કરવાના પ્રયાસો કર્યાના અહેવાલ ચિંતાજનક

તંત્રીલેખ | 

ભારતમાં ૨૦૨૪ની લોકસભા ચૂંટણીના પરિણામ જાહેર થયા તે દરમિયાન ચેટજીપીટીના નિર્માણકર્તા આપનએઆઈએ ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો હતો કે ભારતની લોકસભા ચૂંટણીને પ્રભાવિત કરવા માટે વિદેશી પરિબળોએ એઆઈનો ઉપયોગ કર્યો હતો. જાેકે કંપનીએ દાવો કર્યો હતા કે તેણે આ પ્રયાસો સફળ થવા દીધા નહતા. આ બાબત ઘણી ગંભીર અને ચિંતાજનક છે. ભારતને અસ્થિર કરવા માટે વિદેશી પરિબળો સક્રિય છે અને તે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને જનમાનસને પ્રભાવિત કરવા પ્રયત્નશીલ છે તે આના પરથી પુરવાર થાય છે.ઓપનએઆઈના તાજેતરના અહેવાલમાં જણાવ્યું હતું કે લોકસભા ચૂંટણી વખતે રશિયા, ચીન, ઈરાન અને ઈઝરાયેલે ખોટી માહિતી ઓનલાઈન પ્રસારિત કરવા માટે એઆઈ મોડલનો લાભ લીધો છે.

અભ્યાસ મુજબ, દેશની ચૂંટણીને પ્રભાવિત કરવા માટે પાંચ કંપનીઓ સક્રિય હતી. જેમાંની બે રશિયામાંથી, એક ચીનમાંથી, એક ઈરાનમાંથી અને એક ઈઝરાયેલની રાજકીય ઝુંબેશ મેનેજમેન્ટ ફર્મ જે  એસટીઓઆઇસી તરીકે ઓળખાય છે તેમણે ટેક્સ્ટ અને ઈમેજાે સહિત એઆઈ-જનરેટેડ સામગ્રીનો ઉપયોગ કરીને ખોટી માહિતી પ્રસારિત કરવાનો પ્રયત્ન કર્યો હતો.

એસટીઓઆઇસી એ આ ઝુંબેશને ઝીરો ઝેનોનું હુલામણું નામ આપવામાં આપ્યું હતું. ઓપનએઆઈ જેણે ચેટજીપીટી વિકસાવ્યું છે, તેણે જણાવ્યું હતું કે જાે કે, આ પ્રયાસો નોંધપાત્ર લોકો સુધી પહોંચાડવામાં તેમને નિષ્ફળતા મળી હતી.

તેનો અભ્યાસ સૂચવે છે કે આમાંના કોઈપણ નેટવર્કે નોંધપાત્ર રિસ્પોન્સ હાંસલ કર્યો નથી. ઓપનએઆઈએ પ્રભાવક કામગીરીની અસરકારકતાનું મૂલ્યાંકન કરવા માટે છ-સ્તરના "બ્રેકઆઉટ સ્કેલ" પર તેમની અસરને સ્તર ૨ની નીચે વર્ગીકૃત કરી છે.

ઓપનએઆઈના તારણો પર પ્રતિક્રિયા આપતા, ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે આને લોકશાહી માટે "ગંભીર ખતરો" જણાવ્યો હતો. સાથે સાથે તેમણે મે મહિનામાં આ ખતરો શરૂઆતમાં ધ્યાનમાં આવ્યો ત્યારે જાહેર જનતાને ચેતવણી ન આપવા બદલ ઓપનએઆઈની ટીકા કરી હતી.

માઈક્રોસોફ્ટ થ્રેટ એનાલિસિસ સેન્ટરના અગાઉના અહેવાલોએ ભારત, યુએસ અને દક્ષિણ કોરિયા સહિત વિવિધ દેશોમાં ચૂંટણીને પ્રભાવિત કરવા માટે એઆઈ-જનરેટેડ સામગ્રીનો ઉપયોગ કરવાના ચીનના પ્રયાસોને પણ પ્રકાશિત કર્યા હતા . તાઇવાનની રાષ્ટ્રપતિ ચૂંટણી દરમિયાન પણ આ પ્રકારની યુક્તિઓ કરવામાં આવી હતી.

જાેકે ભાજપ અને કોંગ્રેસ જેવા રાજકીય પક્ષોએ પ્રચાર માટે એઆઈ સાધનોનો ઉપયોગ કર્યો હોવાનું સ્વીકાર્યુ છે. રાજકીય વ્યૂહરચનાકારો દાવો કરે છે કે છૈં એ એક મહત્વપૂર્ણ સંપત્તિ બની ગઈ છે, જેમાં ભાજપ ચૂંટણીલક્ષી હેતુઓ માટે ય્ીહછૈં ઉપયોગમાં અગ્રેસર છે. જાેકે, કોંગ્રેસ એઆઈનો ઉપયોગ ન્યૂનતમ અથવા ભાગ્યે જ કરી રહી છે.

આધુનિક યુગમાં ટેકનોલોજીના પ્રચંડ વિકાસની અસર જે રીતે અન્ય ક્ષેત્રો પર પડી છે તેમ રાજકારણ પર પણ પડી છે. સોશિયલ મીડિયામાં લોકમાનસને પ્રભાવિત કરવાની જબરદસ્ત શક્તિ છે અને તેમાં માહિતી સાચી છે કે ખોટી તેના કરતા તે કેટલી અસરકારક રીતે રજુ કરાઈ છે તે વધારે મહત્વનું છે. તેમાં પણ હવે એઆઈની મદદથી કોઈ પણ ખોટી વિગતો પણ સંપુર્ણ સત્ય છે તેવો આભાસ ઉભો કરતી સામગ્રી બનાવવી આસાન થઈ ગઈ છે. રાજકીય પક્ષો તેનો ઉપયોગ જનમાનસને પોતાની તરફેણમાં કરવા માટે કરે છે. પરંતુ જાે દેશને નુકસાન પહોંચાડવા મથતાં વિદેશી પરિબળો તેના વડે ખોટી માહિતી જનતા સુધી પહોંચાડવામાં સફળ થાય તો દેશના સાર્વભૌમત્વ અને એકતા પર ખતરો ઉભો થઈ શકે છે. આ બાબતે સતર્ક રહેવાની અત્યંત આવશ્યકતા છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution