ભરૂચમાં આરટીઈ એક્ટ હેઠળ પ્રવેશથી વંચિત બાળકોને પ્રવેશ આપવા રજૂઆત
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
23, સપ્ટેમ્બર 2020  |   2178

ભરૂચ, તા.૨૨ 

બીટીપી અને કોંગ્રેસ ગઠબંધન શાસિત ભરૂચ જિલ્લા પંચાયતની ચૂંટણી પૂર્વેની છેલ્લી ખાસ સામાન્ય સભા મંગળવારે જિલ્લા પંચાયત ખાતે પ્રમુખ જશુભેન પઢીયારના અધ્યક્ષ સ્થાને મળી હતી.

ચૂંટણી પૂર્વેની સામાન્ય સભામાં બહાલી માટે ૧૩ કામો મુકવામાં આવ્યા હતા. જે ૧૩ મુદ્દા પર વિસ્તૃત ચર્ચા કરી સર્વાંનુમતે મંજુર કરવામાં આવ્યા હતા. ઉપપ્રમુખ અનિલ ભગતે જણાવ્યું હતું કે, આ અમારી છેલ્લી ખાસ સામાન્ય સભા હતી. વર્ષ ૨૦૧૫ થી ૨૦૨૦ ની ૫ વર્ષની મ્્‌ઁ- કોંગ્રેસ શાસિત ભરૂચ જિલ્લા પંચાયતની ટર્મ ડિસેમ્બરમાં પૂર્ણ થશે.આજની સભામાં રાઈટ ટુ એજ્યુકેશન એકટનો મહત્વનો મુદ્દો ઉઠવામાં આવ્યો હતો. ભરૂચમાં ઇ્‌ઈ હેઠળ ૩૨૦૦ જગ્યા માટે ૫૦૪૮ અરજીઓ આવી હતી. જે પેકી સામાન્ય કારણોસર ૧૫૪૬ બાળકોની અરજી રદ કરાઇ છે. સામાન્ય સભામાં ચર્ચા કરી મત કેળવાયો હતો કે, ગરીબ છાત્રો રાઈટ ટુ એજ્યુકેશન એકટ હેઠળ શિક્ષણથી વંચીત રહી ન જાય તે માટે સર્વાનુમતે ઠરાવ કરી રાજ્ય સરકારને રજુઆત કરાશે.

© 2025. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution