ભરૂચ,  ભરૂચ નગર પાલિકાના વોર્ડ નં ૨માં આવેલી ડુંગરી પાણીની ટાંકી ૬ મહિના અગાઉ ધરાશાયી થઈ હતી. જેના કારણે આસપાસની સોસાયટીના રહીશો પાણી માટે તકલીફમાં મુકાઈ ગયા છે. આજરોજ બંને વોર્ડ ના નગરસેવકોએ ચીફ ઓફિસરને રજુઆત કરી હતી. ડુંગરી વિસ્તારમાં આવેલી પાણીની ટાંકી તુટી પડી હતી. આ પાણીની ટાંકીમાંથી વોર્ડ નં ૨ સહિત ૧ અને ૮ ના લોકો પણ પાણી મેળવતા હતાં. પાલિકાએ ટેન્કર મારફત પાણી પહોંચાડવાનું શરૂ કર્યુ હતું પણ તમામ વિસ્તારમાં પાણી પહોંચાડવા માટે પાલિકા ટાંચી પડી રહી છે. જેના કારણે અનેક સોસાયટીના રહીશો પાણી માટે વલખાં મારી રહ્યાં છે. આજરોજ પૂર્વ વિપક્ષ નેતા સમશાદ અલી સૈયદ, હેમેન્દ્ર કોઠીવાળા, સલીમ અમદાવાદી, ઇબ્રાહિમ કલકલ સહિત સ્થાનિક આગેવાનોએ મુખ્ય અધિકારીને રજુઆત કરી શોએબ પાર્ક સોસાયટીની પાણીની ટાંકીમાંથી અસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક પાણી પહોંચાડવામાં આવે તેવી રજુઆત કરી હતી.