ગટરમાં ગાય ખાબકતાં દોડધામ ફાયરબ્રિગેડ દ્વારા રેસ્ક્યુ કરાઈ
04, જુલાઈ 2020

વડોદરા, તા. ૩ 

સલાટવાડા સ્થિત સરકારી કવોટર્સની એક ખુલ્લી ગટરમાં આજે ગાય ખાબકી પડી હતી. જેના કારણે આસપાસના રહીશો દ્વારા ફાયરબ્રિગેડને જાણ કરાઈ હતી. ફાયર વિભાગના લાશ્કરોએ સ્થળ પાર પહોંચીને ગટરમાં ખાબકેલી ગાયને રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવી હતી. આજે સવારના સમયે ફાયર બ્રિગેડની ટીમને કોલ મળ્યો હતો કે, સલાટવાડામાં આવેલ સરકારી ક્વાર્ટર્સમાં ગટર લાઈનનું ઢાંકણુ ખુલ્લુ હોવાથી તેમાં ગાય પડી ગઇ છે. જેથી તુરંત જ દાંડિયા બજાર ફાયર સ્ટેશનની ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને ગટર લાઈનમાં પાણી ભરવાનું શરૂ કર્યું હતું અને ગાયનું રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. ભારે જહેમત બાદ ફાયર બિગ્રેડની ટીમે ગાયને રેસ્ક્યૂ કરીને બહાર કાઢી હતી. સરકારી ક્વાર્ટર્સમાં રહેતા લોકોએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે, ક્વાર્ટર્સના ગેટ પર સિક્યુરિટી ગાર્ડ ન હોવાના કારણે અવારનવાર ગાયો અંદર આવી જતી હોય છે. જેના કારણે આ પ્રકારના બનાવો બન્યા કરે છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution