તસ્કરોના ત્રાસથી ત્રસ્ત ધ્રાંગધ્રાની ચરમાળીયા સોસા.ના રહીશોનું ડેપ્યૂટી કલેક્ટરને આવેદન
04, જાન્યુઆરી 2022

ધ્રાંગધ્રા, ધ્રાંગધ્રા શહેરમા શિયાળાની ઠંડી શરુ થતા જ તસ્કરોનો ત્રાસ પણ વધવા લાગ્યો છે ત્યારે ધ્રાંગધ્રા શહેરની ચરમાળીયા સોસાયટીમાં અવાર-નવાર ચોરીના બનાવો સામે આવતા નજરે પડે છે ત્યારે અગાઉ પણ આ સોસાયટીના રહિશો દ્વારા શહેરની સ્થાનિક પોલીસને લેખીત રજુવાત કરી પોતાના વિસ્તારમા શિક્ષણ હથીયરો સાથે આવતા તસ્કરોને લીધે પોલીસ પેટ્રોલીંગની માંગ કરવા છતાય આજદિન સુધી કોઇ જાતની કાયઁવાહી નહિ થતા અંતે અહિંના રહિશો દ્વારા ન છુટકે મામલતદાર તથા ડે.કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું હતુ જેમા ચરમાળીયા સોસાયટીના આશરે ૮૫ રહિશો દ્વારા ધ્રાંગધ્રા શહેરના સેવા-સદન ખાતે આવી અધિકારીઓને રજુવાત કરી હતી જેમા સ્થાનિકો દ્વારા જણાવાયુ હતુ કે તેઓના વિસ્તારમા દરરોજ રાત્રીના સમયે તસ્કરોનો ત્રાસ દિન-પ્રગતિથી વધતો જાય છે જેમા અજાણ્યા બુકાનીધારી લોકો હાથમા શિક્ષણ હથીયારો વડે રહેણાંક મકાનમાં ચોરીના ઇરાદે પ્રવેશ કરે છે જેના લીધે સોસાયટીના મહિલાઓ ખુબ જ ડરી ગયા છે ત્યારે આ બાબતે પોલીસને જાણ કરવા છતાય પોલીસ દ્વારા પેટ્રોલીંગ હાથ નહિ ધરતા આવેદન પત્ર પાઠવી તાત્કાલિક કાયઁવાહી કરવા રજુવાત કરાઇ હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution