ગાંધીનગર-

રાજ્યમાં રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા ગત જુલાઇ માસમાં યોજવામાં આવી હતી જેમાં ધોરણ-10 અને ધોરણ-12ની એકસાથે પરીક્ષાઓ લેવાઇ હતી. ધોરણ 12નું રીપીટર વિદ્યાર્થીઓનું પરિણામ ઓજે જાહેર કરવાનો નિર્ણય ગુજરાત ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક બોર્ડ દ્વારા લેવામાં આવ્યો છે, ઘણા વિદ્યાર્થીઓ પરિણામની રાહ પણ જોઈ રહ્યા હતા કેમકે માસ પ્રમોશન આપવામાં આવ્યું છે તેવા રેગ્યુલર વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર થયા બાદ હવે રીપીટર વિદ્યાર્થીઓનું ધોરણ 12નું પરિણામ જાહેર થયુ છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના રિપીટર વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. કુલ 15.32 ટકા પરિણામ જાહેર થયું છે. 30,343 રિપીટર વિદ્યાર્થીઓએ આ વરસે પરીક્ષા આપી હતી. જેમાં 4649 વિદ્યાર્થીઓ પાસ થયા છે.