ગાંધીનગર-

આજે ધોરણ 10ના રિપીટરોનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાત શિક્ષણ બોર્ડની વેબસાઈટ www. gseb. org પર વિદ્યાર્થીઓ પરિણામ જોઈ શકે છે. નોંધનીય છેકે માર્કશીટ માટે શિક્ષણ બોર્ડ દ્વારા નવી તારીખ જાહેર કરવામાં આવશે. આ વરસે ધોરણ 10ના કુલ 3,26,505 રિપીટર વિદ્યાર્થીઓએ પરીક્ષાના ફોર્મ ભર્યાં હતાં. તેમાંથી 2,98,817 રિપીટર વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી માત્ર 30,012 વિદ્યાર્થીઓ પાસ થયાં છે. ધોરણ 10ના રિપીટર વિદ્યાર્થીઓનું માત્ર 10.04 ટકા જ પરિણામ જાહેર થયું છે. આ વરસે ધોરણ 10માં 95, 696 વિદ્યાર્થીનીઓ અને 2,03,121 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં 12, 201 વિદ્યાર્થીનીઓ અને 17, 811 વિદ્યાર્થીઓ પાસ થયાં છે. આ પરીક્ષામાં 12.75 ટકા વિદ્યાર્થીનીઓ પાસ થઈ છે. જ્યારે 8.07 ટકા વિદ્યાર્થીઓ પાસ થયાં છે. એટલે કે કુલ પરિણામ માત્ર 10.04 ટકા જ આવ્યું છે. આ ઉપરાંત, 191 ઉમેદવારોને 20 ટકા પાસિંગ ધોરણનો લાભ આપવામાં આવ્યો છે. કુલ પરિણામ માત્ર 10 ટકા આવ્યું છે એટલે કે 10.04 ટકા વિદ્યાર્થીઓ જ પાસ થયા છે. કુલ 326505 વિદ્યાર્થીઓ નોંધાયા હતા દજેમાંથી 298817 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા જેમાંથી 30012 વિદ્યાર્થીઓ પાસ થયા છે. આ પરીક્ષા રાજ્યના 579 કેન્દ્રો પર લેવામાં આવેલ હતી. જેમાં 3,26,505 પરીક્ષાર્થીઓ નોંધાયેલ હતા, હતા, તે પૈકી 2,98,817 ઉમેદવારો પરીક્ષામાં ઉપસ્થિત રહેલ હતા અને 30,012 પરીક્ષાર્થિઓ માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર મેળવવાને પાત્ર થાય છે. આમ, જુ લાઈ-2021 ની પરીક્ષાનું સમગ્ર રાજ્યનું પરિણામ 10.04% આવેલ છે.