ગુજરાતમાં ધોરણ-૧૦ અને ધોરણ ૧૨ના વિદ્યાર્થીઓને તો માસ પ્રમોશન આપી દેવાયું છે. પરંતુ ધોરણ-૧૨ અને ૧૦ના રિપીટર્સ વિદ્યાર્થીને માસ પ્રમોશનનો લાભ મળ્યો નથી. જેથી શિક્ષણ બોર્ડ દ્વારા ફિઝીકલ પરીક્ષાનું આયોજન કરાયું હતું. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ઓગસ્ટ ૨૦૨૧માં લેવાયેલી ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. કુલ ૭૦.૩૭ ટકા પરિણામ જાહેર થયું છે. કોરોનાને લીધે આ વર્ષે બોર્ડની પરીક્ષા રદ્દ કરી વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યા હતા. ગુજરાતની શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર વિદ્યાર્થી આ પરિણામ ચેક કરી શકે છે.

૬૫ માંથી ૫૪ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી. જેમાં ૫૪ માંથી ૩૮ વિદ્યાર્થીઓ પાસ થયા છે.  વિજ્ઞાન પ્રવાહના ૬૫ વિદ્યાર્થીઓએ માસ પ્રમોશનનો વિરોધ કર્યો હતો. વિદ્યાર્થીઓના આ વિરોધને કારણે પરીક્ષા વિભાગે પરીક્ષા લીધી હતી.યુવતીઓનું એ ગ્રુપનું પરિણામ ૬૬.૬૭ ટકા આવ્યું છે. તો બી ગ્રુપનું પરિણામ ૨૫ ટકા આવ્યું છે. વિદ્યાર્થીઓમાં એ ગ્રુપનું પરિણામ ૮૬.૧૧ ટકા અને બી ગ્રુપનું પરિણામ ૩૬.૩૬ ટકા આવ્યું છે.