કાળા હરણનો વિડીયો વડાપ્રધાને રીટ્વીટ કરી લખ્યું...અદભુત !!
29, જુલાઈ 2021

નવી દિલ્હી-

હાલમાં એક હરણનો વિડીયો ખૂબ જ વાયરલ થયો છે..જે એક અદભુત નજારો છે.એકસાથે લગભગ ૩૦૦૦ હરણ રસ્તા પર જોવા મળતા લોકો આનંદિત થઇ ગયા..આ વિડીયો જોઇને વડાપ્રધાન પણ પોતાની જાતને રોકી ન શક્યા.અને આ વિડીયો બીજી કોઈ જગ્યાનો નહિ પણ ગુજરાતના વેળાવદરનો  છે.

વેળાવદર બ્લેકબક નેશનલ પાર્કમાં મોટા ટોળાનો વીડિયો સામે આવ્યો હતો. જે મૂળ ગુજરાતના માહિતી વિભાગ દ્વારા ટ્વિટ કરવામાં આવ્યો હતો. ગૌરવની વાત તો એ છે કે આ વિડીયો ખુદ વડાપ્રધાને નરેન્દ્ર મોદીએ રીટ્વીટ કર્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શેર કરેલા અદભૂત વીડિયોમાં કાળા હરણોને એક સાથે ભાગતા જોઈ શકાય છે. ભાવનગર જિલ્લાના એક રાષ્ટ્રીય ઉદ્યાનમાં હજારો કાળા હરણો રોડ ક્રોસ કરતા જોવા મળ્યા હતા. 'એક્સિલન્ટ!' પીએમ મોદીએ આ વિડીયો શેર કરતા લખ્યું છે.

આ વિડીયો વેળાવદર બ્લેકબક નેશનલ પાર્કનો છે. જેમાં બ્લેક બક્સ મોટા ટોળામાં દેખાઈ રહ્યા છે. આ વિડીયો ગુજરાતના માહિતી વિભાગ દ્વારા ટ્વિટ કરવામાં આવ્યો હતો, જેને વડાપ્રધાને રીટ્વીટ કર્યો હતો.

માહિતી વિભાગના જણાવ્યા મુજબ, '3,000 થી વધુ કાળા હરણ' નું ટોળું દેખાયું હતું. જે રસ્તો ઓળંગતી વખતે હવામાં ઊંચા કુદતા મારતા જોવા મળ્યા હતા.

બ્લેકબક્સ સુરક્ષિત પ્રાણીઓ છે અને તેમના શિકાર પર વન્યપ્રાણી અધિનિયમ હેઠળ 1972 થી પ્રતિબંધ છે. ભારતીય ઉપખંડમાં તેમના શિકાર, વન નાબૂદી વગેરેના કારણે તેમની સંખ્યામાં ઘટાડો થઇ રહ્યો છે અને હવે તેઓ લુપ્તપ્રાય પ્રજાતિની સૂચિનો એક ભાગ છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution