ભરૂચ, તા.૧૧ 

રાજસ્થાનના તલાઈપાડા ની સગીરવયની એક બાળા ગુજરાત રાજ્યના ભરૂચમાં આવેલ જંબુસર ના કાવા ગામે લાપતા અવસ્થામાં સરપંચ ધીરજભાઈ પરમારને મળી આવેલ હતી. જેને જવાબદારીના ભાગરૂપે ધીરજભાઈએ જંબુસર પોલીસને સોંપતા પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરી જિલ્લા બાળ કલ્યાણ સમિતિ, ભરૂચ સમક્ષ રજુ કરવામાં આવી હતી. ભરૂચ સમિતિ દ્વારા આ ૧૪ વર્ષની સગીર બાળાને ૨૬ માર્ચ ૨૦૨૦ ના રોજ ચિલ્ડ્રન હોમ ફાૅર ગર્લ્સ ભરૂચમાં હાલ પુરતું કામચલાઉ રીતે કાળજી અને રક્ષણ માટે દેખરેખ હેઠળ રાખવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ બાળાના પરીવાર અને ગામનો પત્તો મેળવવા માટે સતત પ્રયત્નો કરવામાં આવ્યા હતા. પરંતુ સગીર બાળા પોતાના ગામ અને પરીવારની સાચી જાણકારી બતાવી ન શકતા વિકટ પરિસ્થિતી ઉપસ્થિત થતા જિલ્લા બાળ સુરક્ષા એકમ અને બાળ કલ્યાણ સમિતિને ખુબ મહેનત કરવી પડી હતી. આ દરમ્યાન ભરૂચ જિલ્લા બાળ સુરક્ષા અધિકારી ભવાનસિહ મકવાણા અને ટીમે મદદ કરી હતી.