કાબુલ-

અફઘાનિસ્તાનમાં તાલિબાનના સંપૂર્ણ કબજા વચ્ચે હજારો લોકોએ કાબુલ છોડીને બીજા દેશમાં જવાનો પ્રયાસ શરૂ કર્યો છે. એએફપીના સૂત્રોના જણાવ્યા અનુસાર સોમવારના રોજ સવારે કાબુલ એરપોર્ટ પર હંગામો થયો હતો, ત્યારબાદ અમેરિકી દળોએ ભીડને વિખેરવા માટે હવામાં ગોળીબાર કર્યો હતો. સોમવારના રોઝ સવારે પણ હજારો લોકો કાબુલની બહાર ભાગવામાં વ્યસ્ત હતા. દરેક વાહન પર 20-25 લોકો માત્ર અમુક પ્રકારના સલામત આશ્રયસ્થાનોની તૈયારી કરતા જોવા મળ્યા હતા. કાબુલ એરપોર્ટ પર પણ ભારે ભીડ છે અને લોકો એરપોર્ટ સત્તાવાળાઓને તેમને બહાર કાઢવાની વિનંતી કરી રહ્યા છે. તે જ સમયે, યુએસએ તાલિબાનને ચેતવણી આપી છે કે, રસ્તાઓ એરપોર્ટ અને બોર્ડર પ્રવેશ માર્ગોની બહાર જતા લોકોને કોઈ નુકસાન ન પહોંચાડે તે માટે અમેરિકાના નેતૃત્વમાં 65 દેશોએ આ અંગે સંયુક્ત નિવેદન જારી કર્યું છે. અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ સહિત તમામ દેશો અફઘાનિસ્તાનમાંથી તેમના નાગરિકોને બહાર કાઢવા માટે ખાસ ફ્લાઇટ્સ ચલાવી રહ્યા છે. ત્યારે ભારતે રવિવારના રોજ એર ઇન્ડિયાની ફ્લાઇટ દ્વારા કાબુલથી તેના તમામ નાગરિકોને પણ બહાર કાઢવામાં આવ્યા હતા ઘણા લોકોએ અમેરિકા અને અન્ય ગઠબંધન સૈન્ય દેશોને માનવતાના આધારે આશ્રય માટે અપીલ કરી છે. તેને ડર છે કે, જો તે અફઘાનિસ્તાનમાં રહેશે. તો વિદેશી દળોની મદદને કારણે તાલિબાન સભ્યો તેને નિશાન બનાવી શકે છે.