મુંબઇ 

પોપ્યુલર ઈન્ડિયન વેબ સીરિઝમાંથી એક 'મિર્ઝાપુર'ની બીજી સીઝનમાં રોબિનનો રોલ પ્લે કરનાર એક્ટર પ્રિયાંશુ પેનયુલી પોતાની લોન્ગ ટાઈમ ગર્લફ્રેન્ડ અને એક્ટર-ડાન્સર વંદના જોશી સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. પ્રિયાંશુ અને વંદનાના લગ્ન 26મી નવેમ્બરે થવાના છે. આ લગ્ન પ્રિયાંશુના વતન દેહરાદૂનમાં થવાના છે. આ દરમિયાન કોવિડ-19ના તમામ નિયમોનું પાલન કરવામાં આવશે. ડિસેમ્બરના બીજા અઠવાડિયામાં કપલ મુંબઈમાં રિસેપ્શન યોજશે તેવું કહેવાઈ રહ્યું છે. 


પ્રિયાંશુ અને વંદનાના ઘરે મહેંદી રસમની સાથે પ્રી-વેડિંગ ફંક્શનની શરુઆત થઈ ચૂકી છે. વંદનાએ સોશિયલ મીડિયા પર હાથમાં મહેંદી મૂકી હોય તેવી તસવીર શેર કરી છે. આ સાથે તેણે લખ્યું છે કે, 'શરુઆત થઈ ચૂકી છે. મહેંદીની રાત'. થનારી પત્નીની પોસ્ટ પર કોમેન્ટ કરતાં પ્રિયાંશુએ લખ્યું છે કે, 'ઓકે. તો પછી આ સમય સુંદર છે