જન્મદિવસની પાર્ટી દરમિયાન ઘરની છત ધરાશાયી: 3 લોકોના મોત, 15 લોકો ઇજાગ્રસ્ત
24, ઓગ્સ્ટ 2021

આગરા-

તાજનગરીના ધાંધુપુરામાં સોમવારે રાત્રે જન્મદિવસની પાર્ટી દરમિયાન છત ધારાશાયી થઇ હતી. આ દરમિયાન, ત્યા હાજર લોકો તેની નીચે દબાયા હતા.ઘટનાની માહિતી મળતા જ પોલીસી અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસે સ્થાનિક લોકોની મદદથી ઇજાગ્રસ્તોને કાટમાળમાંથી બહાર કાઢયા અને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. આ દુર્ઘટનામાં 3 લોકોના મોત થયા છે જ્યારે 15 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. મળતી માહિતી મુજબ આ ઘટના ધાંધુપુરામાં રહેતા સોનુ વર્માના ઘરમાં થયો હતો. ઘરમાં સમારકામની કામગીરી ચાલી રહી હતી. દરમિયાન સોમવારે રાત્રે ઘરના બીજા માળે અનિકેત ચૌધરીના જન્મદિવસની પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. લગભગ 50 થી 60 લોકો સામેલ થયા હતા.જ્યારે ડીજે પર લોકો ડાન્સ કરી રહ્યા હતા ત્યારે અચાનક બીજા માળેનું માળખું તૂટી પડ્યું હતું.જન્મદિવસની પાર્ટીમાં હાજર રહેલા ઘણા લોકો કાટમાળ નીચે દટાયા હતા. ઇજાગ્રસ્તોને કાટમાળમાંથી બહાર કાવામાં આવ્યા હતા અને તેમને જિલ્લા હોસ્પિટલ અને એસએન મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમાં 3 લોકોના મોત થયા છે. ઘટનામાં 15 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે. તેમને એસએન મેડિકલ કોલેજ સહિત શહેરની જુદી જુદી હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. એડીએમ સિટી પ્રભાકાંત અવસ્થીના જણાવ્યા અનુસાર, આ ઘટના સોમવારે રાત્રે લગભગ 9:30 વાગ્યે થઇ હતી. જેમાં 3 લોકોના મોત થયા છે, તો 15 લોકો ઇજાગ્રસ્ત થયા છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution