અમેરીકન અવકાશ સંસ્થા નાસાએ મંગળ ગ્રહની સપાટીના 360 ડિગ્રી હાઈ ડેફીનેશન પેનોરેમિક ફોટો મોકલ્યા છે. આ એક જ તસવીરને 142 જેટલા ફોટોને ભેગા કરીને બનાવવામાં આવી છે. ખાસ વાત એ છે કે, આ તમામ તસવીરો પર્સીવિયરન્સ રોવરે પોતાના કેમરાથી કેપ્ચર કરી છે. આ તસવીરમાં મગળનો જજીરો ક્રેટર (ખાલી સરોવરની સપાટી-)ને નજીકથી સમજી શકાય છે. નાસાના કહેવા મુજબ, આ સરોવર 28 વર્ગ માઈલમાં ફેલાયેલું છે.

પર્સિવિયરન્સ અત્યાર સુધીમાં 4700થી વધારે ફોટો મોકલી ચૂક્યું છેઃ


પર્સિવિયરન્સ રોવર અત્યાર સુધી 4700થી વધારે તસવીરો નાસાને મોકલી ચૂક્યું છે. હાલમાં જ તેણે એક વિડિયો પણ મોકલ્યો હતો, જેમાં રોવરને ઈન્જેક્ટ કરાતું જોઈ શકાય છે. વિડિયોમાં લેન્ડિંગ દરમિયાનનો અવાજ પણ સાંભળી શકાય છે. નાસાએ એક લેન્ડિંગ ટાઈમ ટચડાઉન વિડિયો પણ જાહેર કર્યો હતો. 3 મિનિટ 25 સેકન્ડના આ વિડિયોમાં ત્રણ ફ્રેમ છે. તેમાં જોઈ શકાય છે કે, રોવરે કેવી રીતે લેન્ડ કર્યું હતું. હીટ શિલ્ડ અને પેરાશુટ પણ જોઈ શકાય છે. નાસાએ કહ્યું હતું કે, લેન્ડિંગનો વિડિયો રેકોર્ડ કરી શકાયો હોય એવો આ પહેલો પ્રસંગ છે અને સંસ્થાએ તેનો અભ્યાસ શરૂ કરી દીધો છે. 

રોવરમાં 23 કેમરા અને બે માઈક્રોફોન છેઃ

મંગળ ગ્રહના લેટેસ્ટ વિડિયો અને તસવીરો મેળવવા માટે  તેમજ અવાજ રેકોર્ડ કરવા માટે તેમાં 23 કેમરા અને 2 માઈક્રોફોન લાગેલા છે. રોવરની સાથે બીજા ગ્રહ પર પહોંચેલું હેલિકોપ્ટર ઈન્જેન્યુઈટી પણ છે. તે માટે પેરાશુટ અને રેટ્રો રોકેટ લાગેલા છે. રોવર મંગળ ગ્રહ પર દસ વર્ષ સુધી કામ કરશે. તે માટે તેમાં 7 ફીટનો રોબોટીક આર્મ અને ડ્રીલ મશીન પણ લાગેલા છે.