બોડેલી : છોટાઉદેપુર જિલ્લાના બોડેલી સેવા સદન ખાતે પ્રાંત કચેરીમાં શિરસ્તેદાર તરીકે ની ફરજ બજાવતા કર્મચારી નગીનભાઈ કરસનભાઈ રાઠવા કોરોના કાળ દરમિયાન સતત કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવી રહ્યા હતા તે દરમિયાન ગત તા. ૧૦/૦૯/૨૦૨૦ ના રોજ કોરોનાથી સંક્રમિત થયા હતા જેથી તેઓને સૌપ્રથમ બોડેલીના કોવીડ સેન્ટર ખાતે દાખલ કરવામાં આવ્યા હતા જ્યાંથી તેઓને વધુ સારવાર માટે વડોદરા ના ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા જ્યાં ગત તત.૨૦/૦૯/૨૦૨૦ નાં રોજ તેઓનું કરૂણ મોત થયું હતું. આમ, ફરજના ભાગરૂપે કોરોના સંક્રમણને કારણે શિરસ્તેદાર નગીનભાઈ રાઠવાનું અવસાન થતાં તેઓના આશ્રિત પરિવારને મુખ્યમંત્રી ના રિલીફ ફંડ માંથી રૂપિયા ૨૫ લાખ ની સહાય નો ચેક તેમના ધર્મપત્ની સુશ્રી મીનાબેન નગીનભાઈ રાઠવા ને બોડેલીના પ્રાંત અધિકારી ઉમેશભાઈ શાહના હસ્તે આપવામાં આવ્યો હતો. ત્યારે ઉમેશભાઈ શાહે તેઓની કચેરીમાં શિરસ્તેદાર તરીકે ફરજ બજાવતા નગીનભાઈ રાઠવા ના અવસાન ને લઇ દુઃખ વ્યક્ત કરી તેઓના પરિવાર પર આવી પડેલ આકસ્મિક દુઃખને સહન કરવાની શક્તિ પરમ કૃપાળુ પરમાત્મા પ્રદાન કરે એવી પ્રાર્થના પણ કરી હતી.