મુંબઇ

મુંબઇ સ્ટોક એક્સચેન્જે ઓપ્શન્સ ઈન ગુડ્‌સ કોન્ટ્રેક્ટ ફ્રેમવર્કના ગોલ્ડ મિની કોન્ટ્રેક્ટમાં સતત નવમા મહિને તેના ગુજરાતના અમદાવાદસ્થિત નિયુક્ત વોલ્ટ ખાતે ફિઝિકલ ડિલિવરી પાર પાડી હતી. ઓપ્શન્સ ઈન ગુડ્‌સ કોન્ટ્રેક્ટ્‌સમાં રૂ.૫૦૧૦ કરોડનું સર્વોચ્ચ ટર્નઓવર નોંધાયું હતું.

૧ જૂન, ૨૦૨૦થી ગોલ્ડ મિની અને સિલ્વર કેજીના સ્પોટ ભાવ આધારિત ઓપ્શન્સ ઈન ગુડ્‌સ કોન્ટ્રેક્ટ લોન્ચ કર્યા હતા. આ કોન્ટ્રેક્ટ સમાપ્તિ સમયે ફિઝિકલ ડિલિવરીમાં પરિણમે છે. ગોલ્ડ મિની ઓપ્શન્સ ટ્રેડિંગ યુનિટ ૧૦૦ ગ્રામના છે અને તેની બેઝ વેલ્યુ પ્રતિ દસ ગ્રામમાં દર્શાવાય છે. ઓર્ડરની મહત્તમ સાઈઝ ૧૦ કિલોની છે અને તેને ૧૦૦ ગ્રામના યુનિટ્‌સમાં ડિલિવર કરવામાં આવે છે. મ્જીઈના ચીફ બિઝનેસ ઓફિસર સમીર પાટીલે કહ્યું, બુલિયન ઓપ્શન્સ સેગમેન્ટમાં માર્કેટ લીડર છે.લોકડાઉન વચ્ચે પણ અમે અવિરતપણે ડિલિવરી પાર પાડી રહ્યા છીઓ જેને પગલે નાના અને મધ્યમ કક્ષાના જ્વેલર્સ અને બુલિયન ડીલરોને તેમના ભાવના જાેખમને હેજ કરવાની સુવિધા મળી રહી છે અને તેમને સમયસર ડિલિવરીઓ પ્રાપ્ત થઈ રહી છે.