અમદાવાદ-

રાજયમાં કોરોનાના ટેસ્ટ માટે લોકો કતારો લગાવી રહયાં છે ત્યારે અમદાવાદમાં ડ્રાઇવ થ્રુ ટેસ્ટની સુવિધા શરૂ કરવામાં આવી છે. જેમાં લોકોને વાહનોમાંથી ઉતાર્યા સિવાય જ તેમના નમુનાઓનું એકત્રિકરણ કરવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ન્યૂબર્ગ સુપ્રાટેક લેબોરેટરીઝના સંયુક્ત ઉપક્રમે દેશમાં પહેલીવાર અમદાવાદ શહેરમાં બુધવારથી જીએમડીસી મેદાન ખાતે ડ્રાઈવ થ્રુ RT-PCR ટેસ્ટ કરવાની શરૂઆત કરવામાં આવી છે.