જૂની આરટીઓ ઓફિસ નજીક મુખ્ય માર્ગ પર પડેલો આ ભૂવો બે અઠવાડિયાથી પુરાઈ જવા માટે પાલિકાના જાડી ચામડીના સંબંધિત ભ્રષ્ટ અધિકારી-કર્મચારીઓના દર્શનની રાહ જાેઈ રહ્યો છે. પતરાની આડાશોએ સર્જેલી ટ્રાફિક સમસ્યા આ વિસ્તારના કહેવાતા પ્રજાસેવકોને પણ નહીં નડતી હોય? આ માર્ગની કમનસીબી એ છે કે એ વડાપ્રધાનના રોડ શોના રૂટ પર નથી આવતો!

એરપોર્ટ સર્કલ પાસે સાજાસમા રોડને પણ વિશ્વસુંદરીના ગાલ જેવા લીસા કરવાની ધગધગતી કામગીરી ભરબપોરે પણ યુદ્ધના ધોરણે ચાલી રહી છે. આ માર્ગના લલાટે કદાચ રાજયોગ લખાયો છે. કારણ કે આ માર્ગ વડાપ્રધાનના રોડ શોના રૂટ પર આવેલો છે.એટલે પાલિકાના જાડી ચામડીના ભ્રષ્ટ અધિકારીઓનો કાફલો અને ચાપલૂસીમાં ગળાડૂબ શાસકોની રૂબરૂ દેખરેખનો વૈભવ ભોગવી રહ્યો છે.