આર્મીનિયામાં મિસાઈલ હુમલામાં રશિયાનું હેલિકોપ્ટર એમઆઇ-24 ક્રેશ, 2ના મોત
10, નવેમ્બર 2020

દિલ્હી-

આર્મીનિયા અને અઝરબૈજાન વચ્ચે યુદ્ધમાં એન્ટ્રી લીધા પછી રશિયાના એક હેલિકોપ્ટર સાથે મોટી દુર્ઘટના થઈ છે. સોમવારે આર્મીનિયાના યરસ્ખ ગામના વિસ્તારમાં એક રશિયન વિમાન એમઆઈ-24ને અજ્ઞાત સુરક્ષાદળોએ જમીન પર તોડી પાડ્યું હતું. આ હુમલામાં હેલિકોપ્ટરના ક્રૂના બે સભ્યોના મોત થઈ ગયા હતાં તો અન્ય એક ગંભીર ઈજા સાથે હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.

રશિયાના સંરક્ષણ મંત્રાલયે એ જાણકારી આપી છે. મંત્રાલયે કહ્યું છે કે એક મિસાઈલ ટકરાવવાના કારણે નિયંત્રણ ગુમાવી બેઠું હતું. જે સમયે હેલિકોપ્ટર પર હુમલો કરવામાં આવ્યો હતો, તે સમયે એ આર્મીનિયાના ક્ષેત્રમાં સ્થિત રશિયાના 102ની મિલિટરી બેઝની સુરક્ષામાં લાગ્યું હતું. રશિયાના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે હેલિકોપ્ટરના બે ક્રૂ મેમ્બર્સનું આ હુમલામાં મોત થયું હતું. તો વળી અન્ય એક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયો હતો.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution