વડોદરા, તા.૨૨ 

એમ.એસ.યુનિ.ની કોમર્સ ફેકલ્ટીમાં ઓનલાઇન એક્ઝામમાં એક મોકટેસ્ટની જગ્યાએ બે મોકટેસ્ટનું આયોજન કરવામાં આવે જેથી વિદ્યાર્થીઓને ઓનલાઇન એક્ઝામમાં જાેઇન થવા યોગ્ય ગાઇડન્સ મળે તેવી માગ સાથે કોમર્સ ફેકલ્ટીના ડીનને રજુઆત કરવામાં આવી હતી.

એ.જી.એસ.જી. ગ્રુપ દ્વારા આવેદનપત્રમાં જણાવ્યું છે કે, ટી.વાય. બી.કોમની ઓનલાઇન મીડ સેમ એક્ઝામમા અનેક વિદ્યાર્થીઓને જાેઇન થવામાં તકલીફ પડી હતી. એમ.એસ.યુ.નું એક્ઝામ પોર્ટર અન અવેલેબલ બતાવે છે. હવે આ તકલીફનો સમનો વિદ્યાર્થીઓને કરવો ના પડે તે માટે એસ.વાય. બી.કોમની લેવાનાર મોક ટેસ્ટનું આયોજન કરવામાં આવે જેથી વિદ્યાર્થીઓને ઓનલાઇન એક્ઝામમાં જાેઇન થવા તકલીફના પડે.જ્યારે એસ.વાય. બી.કોમ ઓનલાઇન મીડસેમ એક્ઝામમાં ૪૦ મીનીટના સ્થાને એક કલાકનો સમય આપવા અને વહેલીતકે મોકટેસ્ટની તારીખ જાહેર કરવાની માગ કરી છે.