21, ઓગ્સ્ટ 2020
જેરુસલેમ-
ઈઝરાયેલના તટીય ઈલટ શહેરમાં કાળજું કંપાવનારી ઘટના સામે આવી છે. ઈલટ શહેરની એક હોટલમાં ૧૬ વર્ષની સગીરા પર ૩૦ લોકોએ બાળાત્કાર ગુજાર્યો. આ બર્બર ઘટનાના સામે આવ્યા બાદ સમગ્ર ઈઝરાયેલા શોકમાં છે. વડાપ્રધાન બેંજામિન નેતન્યાહૂએ આને માનવતાની વિરુદ્ધ ગુનો ગણાવ્યો છે. પોલીસે અત્યાર સુધી બે આરોપીઓની ધરપકડ કરી છે. એટલું જ નહીં આરોપીઓએ સગીરાનો વીડિયો પણ બનાવ્યો છે.
જણાવવામાં આવી રહ્યું છે કે, ઘટનાના સમયે છોકરી નશામાં હતી. બાદમાં તેણે પોલીસને સમગ્ર ઘટનાની જાણકારી આપી હતી. ત્યાંજ એક સંદિગ્ધની પૂછપરછ દરમિયાન પોલીસને જાણ થઈ કે મોટી સંખ્યામાં લોકોએ પીડિતાની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. જાે કે તેણે દાવો કર્યો કે આ છોકરીની સહમતિ સાથે થયું હતું.
પોલીસે જણાવ્યું હતું કે, પીડિતા હોટલ ગેસ્ટ નહતી પરંતુ તે તેના મિત્રોની સાથે દારૂ પીધા બાદ બાથરૂમ ગઈ હતી. ત્યારબાદ કેટલાક લોકોને તેને પોતાની સાથે રૂમમાં લઈ ગયા હતા. એક સંદિગ્ધે જણાવ્યું હતું કે, આરોપીઓએ રૂમની બહાર લાઈન લગાવી દીધી હતી અને એક પછી એક રૂમમાં જઈને તેના પર બળાત્કાર ગુજાર્યો.