સજું બાબાએ લગાવી કોરોના વેક્સિન, સોશિયલ મીડિયા પર ફોટો શેર કર્યો
24, માર્ચ 2021

મુંબઇ

છેલ્લા કેટલાક દિવસોથી ઘણા ફિલ્મ કલાકારો કોરોના વેક્સિન (Corona Vaccine) લગાવી રહ્યા છે. સૈફ અલી ખાનથી લઈ રામ્યા કૃષ્ણન સુધી ઘણા કલાકારો એક બાદ એક કોરોના વેક્સિન લગાવી રહ્યા છે. હવે સંજય દત્તે (Sanjay Dutt) પણ આ લિસ્ટમાં સામેલ થઈ ગયા છે. સંજય દત્તે બીકેસી જમ્બો વેક્સીનેશન સેન્ટરમાં આજે કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લગાવ્યો છે.

વેક્સિન લગાવતા સંજય દત્તનો ફોટો પણ સામે આવ્યો છે. સંજય દત્ત આ દરમિયાન વેક્સિન લગાવતા કેમેરા સામે જોઈ પોજ આપી રહ્યા છે. સંજય દત્તે પણ પોતે ઈન્સ્ટાગ્રામ સ્ટોર પર પોતાનો ફોટો શેયર કર્યો છે. ફોટો શેયર કરવાની સાથે સંજય દત્તે તમામ ડોકટર્સ અને સમગ્ર ટીમનો આભાર માન્યો. તમને જણાવી દઈએ કે તાજેત્તરમાં જ સંજયે દત્તે પોતાનો લુક પણ ચેન્જ કર્યો છે. તેનો ફોટો સોશિયલ મીડિયા પર પણ શેયર કર્યો હતો, જેની પર ફેન્સ ખૂબ રિએક્ટ કર્યુ હતું.

ગયા વર્ષે જ સંજય દત્ત કેન્સરનો શિકાર થયા હતા. તેમને લંગ કેન્સર થયું હતું. આ ઘટના ઓગસ્ટ 2020ની છે. તેના થોડા મહિના બાદ ઓક્ટોબરમાં તેમને ટ્વીટ કર્યુ હતું કે થોડા અઠવાડિયાનો સમય મારા માટે મુશ્કેલભર્યો હતો. સંજય દત્ત હાલમાં ઘણા ફિલ્મ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે. સંજય દત્ત છેલ્લી વખત આલિયા ભટ્ટ, આદિત્ય રોય કપૂરની સાથે સડક-2માં નજર આવ્યા હતા. તેઓ ફિલ્મ કેજીએફ ચેપ્ટર 2માં નજર આવશે. જે 16 જુલાઈએ રિલીઝ થશે. ફિલ્મમાં સંજય સિવાય યશ અને રવીના ટંડન લીડ રોલમાં છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution