દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ભાવનગર શહેરના ભરતનગર, કાચના મંદિર પાસેના ચામુંડા મિત્ર મંડળ આયોજીત ભાવનગરથી ચોટીલા જવા માટે ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહ ગોહિલના હસ્તે ૫૨ ગજાની ધજાનું પૂજન-અર્ચન કરી પદયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. શહેરના ભરતનગર કાચના મંદિર પાસેના ચામુંડા મિત્ર મંડળ છેલ્લા ૪૦ વર્ષથી પદયાત્રાનું આયોજન કરવામાં આવે છે, જેમાં દર વર્ષે ભાવિક ભક્તો ભાવનગરથી ચોટીલા સુધીનો પદયાત્રા સંઘ યોજવામાં આવ્યો છે.

હોળી-ધુળેટીનું પર્વ નજીક આવતા દ્વારકા જતા પદયાત્રીઓમાં વધારો

જામનગર ફાગણ માસની પૂર્ણીમા એટલે કે હોલીકા ઉત્સવ, હોળી ઉત્સવ માટે વર્ષોની પરંપરા મુજબ ફુલડોલ ઉત્સવ મનાવવામાં આવે છે. આ ફુલડોલ ઉત્સવમાં ભાગ લેવા માટે ઠેર-ઠેર ગામે-ગામ થી અસંખ્ય લોકો પગપાળા દ્વારકાધીશના દર્શનાર્થે પહોંચે છે. આ વર્ષે પણ ગુજરાત-રાજસ્થાન સહિતના રાજયોમાંથી અસંખ્ય પદયાત્રીઓ દ્વારકા તરફ પ્રયાણ કરી રહ્યા છે. આ પદયાત્રીઓ સેવા માટે પણ હાઈ-વે પર અસંખ્ય સેવા કેમ્પો ધમધમી રહ્યા છે. જેમાં પદયાત્રીઓ માટે રહેવા, જમવા, ફેરા થવા માટે તેમજ તમામ મેડીકલ માટેની સુવીધાઓ પણ સેવાભાવી લોકો દ્વારા કરવામાં આવી રહી છે. સેવાકેમ્પોમાં ડી.જે.ના તાલે પણ પદયાત્રીઓનો થોડો થાક દૂર કરવા માટે કાળીયાઠાકરના ગીતો વગાડી અને ગરબા ઘૂમવા માટે પણ વ્યવસ્થાઓ કરવામાં આવી છે.