સુશાંત સિંહ આપઘાત કેસમાં સંજય લીલા ભણસાલીને પોલીસનું તેડું !
02, જુલાઈ 2020

સુશાંત સિંહની મોત બાદથી દેશભરમાં તેમને ન્યાય અપાવવા માટે લોકો વિવિધ પ્લેટફોર્મ્સ પર અવાજ ઉઠાવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર સુશાંત સિંહના જીવનને લઈને વિવિધ અહેવાલો આવી રહ્યા છે એવામાં મુંબઈ પોલીસે પણ પોતાની તપાસ પણ વધારી છે. પોલીસ સતત આ કેસમાં લોકોની પૂછપરછ કરી રહી છે ત્યારે જાણીતા ફિલ્મ ડાયરેક્ટર સંજય લીલા ભણસાલીને પણ પોલીસનું તેડું આવ્યું છે.

સુશાંત સિંહ રાજપૂત આપઘાત કેસમાં મુંબઈ પોલીસ સતત તપાસ કરી રહી છે અને આપઘાતના કારણો જાણવા માટે પ્રયત્ન કરી રહી છે. મુંબઈ પોલીસે અત્યાર સુધી કુલ 28 લોકોથી પૂછપરછ કરી છે ત્યારે હવે બાંદ્રા પોલીસે ફિલ્મ ડાયરેક્ટર સંજય લીલા ભણસાલીને સમન મોકલ્યું છે. પોલીસે સુશાંત સિંહ કેસમાં પૂછપરછ કરવા માટે બોલાવ્યા છે.

નોંધનીય છે કે સુશાંતને સંજય લીલા ભણસાલીએ સુપરહિટ ફિલ્મ ગોલિયો કી રાસલીલા રામ-લીલા ઓફર કરવામાં આવી હતી અને તે બાદ ફિલ્મમાંથી હટાવી દેવામાં આવ્યો હતો. તે સમયે કહેવામાં આવ્યું હતું કે વાયઆરએફ સાથે જોડાણના કારણે તેમણે સુશાંત સાઈન કર્યો ન હતો.

એક બીજી ફિલ્મ બાજીરાવ મસ્તાની માટે પણ સુશાંત સિંહ પહેલી પસંદ હતા, જોકે તે બાદ તેઓ આ ફિલ્મમાં કામ ન કરી શક્યા. તે સમયે એમ કહેવામાં આવ્યું કે સુશાંત યશરાજ ફિલ્મ્સની પાની પર કામ કરી રહ્યા છે, હવે સુશાંત સિંહ આપઘાત કેસમાં પોલીસ જાણવા માંગે છે કે આખરે સુશાંતે મોટી ફિલ્મો કેમ છોડવી પડી હતી.

નોંધનીય છે કે સુશાંત સિંહની મોત બાદથી દેશભરમાં ચર્ચા છે કે સુશાંતને ફિલ્મો તો ઓફર થતી હતી પણ હાથમાંથી જતી રહેતી હતી. આટલું જ નહીં સુશાંતે પાની ફિલ્મ માટે ટ્રેનિંગ અને વર્કશોપ્સ પણ કરી હતી પણ પછીથી ફિલ્મ બંધ કરી દેવામાં આવી .  


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution