સારા ગણદેવીકર જવેલર્સ દ્વારા વીવાયઓ સંસ્થાને ૪૦ લાખનું યોગદાન અપાયું
15, મે 2021

વડોદરા : શહેરમાં દાંડીયાબજાર વિસ્તારમાં આવેલ સારા ગણદેવીકર જવેલર્સ દ્વારા વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારની પ્રેરણાથી દૃઅર્ સંસ્થાને કોરોના મહામારીમાં લોકોને મદદ મળે તે હેતુથી ૪૦ લાખનું યોગદાન આપવામાં આવ્યું હતું. હાલમાં ચાલી રહેલી કોરોનાની બીજી લહેર ખુબ ઘાતક બની રહી છે.ત્યારે શહેરના દાંડીયાબજાર વિસ્તારમાં આવેલ સારા ગણદેવીકર જવેલર્સના માલિક સુનિલ ગણદેવીકર દ્વારા દૃઅર્ સંસ્થાને ૪૦ લાખ રુપિયાની સહાય આપી હતી. જેમાં વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારની પ્રેરણાથી કોરોનાકાળ દરમ્યાન ૯૦૦ જેટલી વિધવા બનેલી બહેનોને તેમના બેંક અંકાઉન્ટમાં ૫ હજાર જેટલી રકમ તેમના એકાઉન્ટમાં જમા કરાવામાં આવી હતી.ત્યારે આજે ૨૬ બહેનોને માંજલપુર ખાતે આવેલ વ્રજઘામ સંકુલમાં ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution