27, નવેમ્બર 2022
ભાવનગર, ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે રાજકીય પક્ષોએ પ્રચાર તેજ કર્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતમાં પાંચ સભા સંબોધશે. બપોરે અમરેલીના જાફરાબાદમાં સભા સંબોધ્યા બાદ શાહ હાલ ભાવનગરના તળાજામાં સભા યોજી હતી. અહીં સંબોધન દરમિયાન નર્મદા ડેમને લઈ કાૅંગ્રેસ અને આપ પર પ્રહાર કરતા કહ્યું કે, નર્મદા ડેમ સાથે સરદાર સાહેબનું નામ જાેડાયેલું એટલે કાૅંગ્રેસીઓ ડેમને પૂરો જ થવા નહોતો દેતા.
સોમનાથ સાનિધ્યે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે યોજેલ ઝંઝાવતી ચુંટણી સભામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને આડેહાથે લઈ આકરા પ્રહારો કરતા કહ્યું કે, કોંગ્રેસએ મુસ્લીમોના મતો માટે ક્યારે હિન્દુઓને સન્માન આપ્યુ નથી અને હમેંશા હિન્દુઓની આસ્થા સાથે ખીલવાડ કરવાનું કામ કર્યુ છે. તો દિલ્હીથી આવેલો આમ આદમી પાર્ટીનો નમુનો આતંકીઓનો હિતેચ્છુ છે શું તેને મત અપાય ? ભાજપ જ વિકાસ, સમૃદ્ધિ અને સુરક્ષા આપી શકે તેમ હોય કમલ ખીલવવા આહવાન કર્યુ હતુ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે જાફરાબાદમાં ચૂંટણી સભા સંબોધી હતી. અહીં નર્મદા મુદ્દે કાૅંગ્રેસ અને આમ આદમી પાર્ટીને આડે હાથ લીધી હતી. અમિત શાહે કહ્યું હતું કે, એક પાર્ટી એવી છે કે, જેને નર્મદા વિરોધી મેધા પાટકરને લોકસબામાં ટિકિટ આપી હતી અને બીજી પાર્ટી છે કે, જે મેધા પાટકરને લઈને પદયાત્રા કાઢી રહી છે.
અમરેલીના જાફરાબાદમાં જનસભાને સંબોધતા અમિત શાહે આમ આદમી પાર્ટી અને કાૅંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. કહ્યું હતું કે, રાહુલ બાબાએ હાલ પદયાત્રા કાઢી છે. મેધા પાટકર જેને આપણી યોજના રોકી હતી તેને લઈને નીકળ્યા. મેધા પાટકરથી ગુજરાત અને સૌરાષ્ટ્ર વિરોધી કોઈ હોય શકે? આ તો પદયાત્રા લઈને નીકળ્યા પહેલા ઝાડુ વાળાએ તો ૨૦૧૪માં આ મેધાબેન પાટકરને ટિકિટ આપી દીધી હતી. પણ જમાનત જપ્ત થઈ ગઈ.
વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના ચૂંટણી પ્રચારના અંતિમ દોરમાં સોમનાથ સાનિધ્યે વેરાવળ ટાવર ચોકમાં સભા સંબોધવા પહોંચેલ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિતના મહાનુભાવોએ આજે સંવિધાન ગૌરવ દિવસ નિમિત્તે મંચ પર બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ કરી હતી. બાદમાં સીએમ યોગીએ જંગી જાહેર સભાને સંબોધતા જગવિખ્યાત સોમનાથ મંદિર ઉપર વિધર્મીઓના આક્રમણને યાદ કરી ગુજરાતીમાં સંબોધનની શરૂઆત કરી ઉપસ્થિત જનમેદનીને પ્રભાવિત કરી હતી. બાદમાં સીએમ યોગી આદિત્યનાથે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ઉપર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી તમોને સન્માન તો નહીં આપે અને તમારી સુરક્ષા કરી શકતી નથી. આ બધું ભાજપની સરકાર જ આપી અને કરી શકે. દિલ્હીથી આવેલો આમ આદમી પાર્ટીનો નમુનો આતંકીઓનો હિતેચ્છુ છે અને ભારતીય સેનાએ કરેલા સર્જીકલ સ્ટ્રાઈક પરાક્રમ સામે સવાલ ઉઠાવીને પ્રુફ માંગે છે. ત્યારે આવા લોકોને મત આપીને આપણા મતને કલંકિત ના કરાય. કોંગ્રેસે ક્યારેય સરદાર પટેલને સન્માન આપ્યું નથી. જ્યારે સરદાર પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા બનાવી સન્માન આપવાનું કામ ભાજપની મોદી સરકારે કર્યુ છે. આવી જ રીતે દેશના બંધારણના ઘડવૈયા ડો. બાબા સાહેબ આંબેડકરજીને સન્માન આપવાના બદલે તેઓને હરાવવાનું કામ કોંગ્રેસે કર્યુ છે.