28, ડિસેમ્બર 2020
વડોદરા ઃ ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા મધ્યવર્તી સ્કૂલ ખાતે ભારત રત્ન અને પૂર્વે વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજી ની જન્મજયંતી નિમિત્તે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ખાતે ફરજ બજાવતી સફાઈ સેવક ૫૫ બહેનોને સાડીનું વિતરણ કરવામાં આવ્યું હતું. જે કાર્યક્રમમાં ભાજપ વડોદરા મહાનગરના પ્રમુખ ડોકટર વિજય શાહ , યુવા મોરચાના પ્રમુખ કૃણાલ પટેલ, સમિતિના પૂર્વ અધ્યક્ષ દિલીપસિંહ ગોહિલ સહીતના અગ્રણી હોદેદારો જાેડાયા હતા.