સાસણગીર સફારી પાર્ક 1 ડિસેમ્બરથી પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકાશે
05, સપ્ટેમ્બર 2020

અમદાવાદ-

ડિસેમ્બરમાં તો ફરવા અવશ્ય જઇ શકાશે સાસણ કેમ કે, 1 ડિસેમ્બરથી ફરી જંગલના દ્વાર પ્રવાસીઓ માટે ખુલશે. ગાઇડ્સ, ડ્રાઇવરો, હોટલના માલિકો અને વેપારીઓમાં ખુશી 1 ડિસેમ્બરથી ફરી જંગલના દ્વાર પ્રવાસીઓ માટે ખુલશે તે વાતને લઇને ભારે આનંદ જોવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, પાછલા લગભગ પાંચ માસથી સાસણ ગીર પ્રવાસીઓ માટે બંધ હતું.

અનલૉકની શરૂઆત બાદ મધ્યપ્રદેશ, રાજસ્થાન, કર્ણાટક, મહારાષ્ટ્ર અને પ.બંગાળ જેવા રાજ્યમાં દેશના મહત્વના પાર્ક અને અભ્યારણ ખોલી દેવાયા છે ત્યારે સાસણ ગીર સફારી અને દેવળિયા પાર્ક ખોલવાની પણ માંગ ઉઠી હતી. ત્યારે હવે સાસણના સફારી પાર્કને ખોલવાની મંજૂરી મળી ચૂકી છે. 1 ડિસેમ્બરથી ફરી જંગલના દ્વાર પ્રવાસીઓ માટે ખુલશે. ત્યારે આ માટે આજથી પરમીટ બુકિંગ સિસ્ટમ શરૂ કરી દેવામાં આવી છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution