05, જાન્યુઆરી 2021
દિલ્હી-
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને મોટી રાહત આપી છે અને તેના 20 હજાર કરોડના સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટને લીલીઝંડી આપી છે. આ સાથે નવા સંસદ ભવનના નિર્માણનો માર્ગ સાફ થઈ ગયો છે. સુપ્રિમ કોર્ટે મંગળવારે પોતાનો ચુકાદો આપતા કહ્યું કે આ પ્રોજેક્ટ માટે પર્યાવરણીય મંજૂરી અને અન્ય પરવાનગીમાં કોઈ ખામી નથી, તેવા સંજોગોમાં સરકાર તેના પ્રોજેક્ટ સાથે આગળ વધી શકે. કોર્ટે કહ્યું છે કે જમીનના ઉપયોગમાં ફેરફાર કરવામાં કોઈ સમસ્યા નથી.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે સરકાર આ પ્રોજેક્ટ હેઠળ સૂચિત નવી સંસદ અને અન્ય બાંધકામ કરી શકે છે. અદાલતે બાંધકામ સ્થળે એન્ટી-સ્મોગ ટાવર્સ અને એન્ટી-સ્મોગ ગન લગાવવાનો આદેશ આપ્યો છે. આ નિર્ણય બહુમતીનો નિર્ણય છે. આ કેસમાં કોર્ટે 2: 1 સાથે નિર્ણય આપ્યો છે. ન્યાયાધીશ સંજીવ ખન્નાએ આ કેસમાં અલગ મત આપ્યો છે. તેમણે કહ્યું કે 'હું પ્રોજેક્ટ એવોર્ડ મુદ્દે સંમત છું. જો કે, હું જમીનના ઉપયોગના ફેરફાર અંગેના નિર્ણયથી અસંમત છું. આ માટે હેરિટેજ કમિટીની પૂર્વ મંજૂરી હોવી જોઈએ.