દિલ્હી-

ઓડિશા અને આંધ્રપ્રદેશ વચ્ચે સરહદ વિવાદ અંગે સુપ્રીમ કોર્ટે આંધ્રપ્રદેશ સરકારને નોટિસ પાઠવી જવાબ માંગ્યો છે. કોર્ટ આ મામલે 19 ફેબ્રુઆરીએ સુનાવણી કરશે. આ નોટિસ ઓડિશા સરકારની અવમાનની અરજી પર આપવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે તે વિવાદિત સ્થળે પંચાયતની ચૂંટણીને લઈને કોઈ આદેશ જારી કરશે નહીં.

સુપ્રીમ કોર્ટે ઓડિશા અને આંધ્રપ્રદેશ વચ્ચેના વિવાદિત ભાગ, કોરાપુટ જિલ્લાની કોટિયા ગ્રામ પંચાયતની ચૂંટણીઓ માટે ઓડિશા સરકારની અવમાન અરજીની સુનાવણી કરી હતી. આંધ્રપ્રદેશમાં કોટિયા ગ્રામ પંચાયતના ત્રણ ગામોમાં પંચાયતની ચૂંટણી યોજવાની જાહેરાત કરી હતી. ઓડિશાએ પોતાની અરજીમાં કહ્યું છે કે સર્વોચ્ચ અદાલતે એપીના વિઝિયાનાગામ જિલ્લાની સરહદ ધરાવતા 27 આદિવાસી ગામોના સંબંધમાં યથાવત્ સ્થિતિ જાળવવાનો આદેશ આપ્યો હતો. ચૂંટણી પંચની સૂચિ મુજબ- આ ગામો ઓડિશામાં છે અને વિધાનસભા અને સંસદ માટે મતદાન યોજાયું હતું . આંધ્રના ત્રણ ગામો માટેની સ્થાનિક ચૂંટણીનો આદેશ સુપ્રીમ કોર્ટના આદેશનું ઉલ્લંઘન છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે 1968 માં એસસીએ આ ગામો પર સ્થિરતાનો આદેશ આપ્યો હતો અને પછીથી 2006 માં કહ્યું હતું કે બંને રાજ્યો વચ્ચેના વિવાદનું સમાધાન ન થાય ત્યાં સુધી યથાવત્ રહેશે.

ચૂંટણીની ઘોષણાનો ઓડિશા સરકારે શરૂઆતથી જ વિરોધ કર્યો હતો, કારણ કે આંધ્ર અને ઓડિશા વચ્ચે કોરાપુટ અને ગજપતિ જિલ્લાને લઈને વિવાદ ચાલી રહ્યો છે. આંધ્રપ્રદેશ અને ઓરિસ્સા વચ્ચે કોટિયા ગ્રામ પંચાયત ઉપર તેમના હકનો દાવો કરવામાં આવ્યો છે. ઓડિશા સરકાર કહે છે કે ત્રણ ગામ તેના અધિકારક્ષેત્રમાં છે, જ્યારે આંધ્રપ્રદેશનું કહેવું છે કે તેઓ વિઝિયાનાગામ જિલ્લાના સલુર મંડળ હેઠળ સ્થિત છે. ઓડિશા સરકાર આંધ્ર પ્રદેશની સરકારો પર ગામના કોટિયા જૂથના રહેવાસીઓને વધારાના રાશન અને અન્ય લાભ આપીને લાલચ આપી હોવાનો આરોપ લગાવી રહી છે.