27, ઓક્ટોબર 2020
મુંબઇ
સ્ટોક બ્રોકર હર્ષદ મેહતાની રિયલ સ્ટોરી પર આધારિત વેબ સિરીઝ 'સ્કેમ 1992' સોની લિવ પર સ્ટ્રીમ થઇ રહી છે. આ શોનાં ચારેકોરથી વખાણ થઈ રહ્યાં છે અને તેનો પુરાવો છે શોનું IMDb (ઇન્ટરનેટ મુવી ડેટાબેઝ) રેટિંગ. આ શો IMDb પર હાઈએસ્ટ રેટિંગ ધરાવતા શોમાં સામેલ થઇ ગયો છે. 'બ્રેકિંગ બેડ', 'ચર્નોબલ', 'ગેમ ઓફ થ્રોન્સ' જેવા ફેમસ શોને પાછળ રાખીને 'સ્કેમ 1992' 9.6 રેટિંગ સાથે ટોપ પર આવી ગયો છે.
હાઈએસ્ટ રેટિંગ ધરાવતા શો
શોનું નામ રિલીઝ યર IMDb રેટિંગ
સ્કેમ 1992, 2020 9.6
પ્લેનેટ અર્થ 2, 2016 9.5
બ્રેકિંગ બેડ, 2008 9.4
ચેર્નોબિલ, 2019 9.4
ધ વાયર, 2002 9.3
ગેમ ઓફ થ્રોન્સ 2011 9.2
'સ્કેમ 1992'
10 એપિસોડની આ વેબ સિરીઝને આ સ્ટોરી લખાઈ રહી છે ત્યાં સુધીમાં 37,000થી વધુ લોકોએ વોટ આપ્યા છે. આટલા વોટિંગ સાથે એવરેજ રેટિંગ 9.6 છે અને શો લિસ્ટમાં ટોપ પર છે.
હંસલ મેહતાએ ડિરેક્ટ કરેલી આ સિરીઝ સુચેતા દલાલ અને દેબાશિષ બાસુની બુક 'ધ સ્કેમ: હૂ વોન,હૂ લોસ્ટ, હૂ ગોટ અવે'નું અડેપ્ટેશન છે. સુચેતા દલાલે વર્ષ 1992માં આ સ્કેમનો પર્દાફાશ કર્યો હતો. ગુજરાતી અભિનેતા પ્રતીક ગાંધીએ હર્ષદ મેહતાનો રોલ પ્લે કર્યો છે, જેમની એક્ટિંગનાં પણ ભરપૂર વખાણ થઈ રહ્યાં છે. આ સિવાય સ્ટારકાસ્ટમાં રજત કપૂર, હેમંત ખેર, નિખિલ દ્વિવેદી, સતીશ કૌશિક, શ્રેયા ધન્વંતરિ વગેરે પણ સામેલ છે.