મુંબઇ

'સ્કેમ 1992: ધ હર્ષદ મહેતા સ્ટોરી' વેબ સિરીઝને વર્ષ 2020ની શ્રેષ્ઠ સીરીઝ કહેવામાં આવે તો તે ખોટું નહીં લાગે. આ સીરીઝમાં દમદાર એક્ટિંગ કરનાર અભિનેતા પ્રતિક ગાંધી રાતોરાત સ્ટાર બની ગયો છે. પ્રતીકે આ ફિલ્મમાં હર્ષદ મહેતાના પાત્ર તરીકે મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ સીરીઝનું નિર્દેશન હંસલ મહેતાએ કર્યું હતું. પ્રીતક ગાંધી અને હંસલ મહેતાની સીરીઝની ખૂબ વખાણ કરવામાં આવ્યા હતા.

આ સીરીઝ પછી લોકો પ્રતીક ગાંધીનો આગામી પ્રોજેક્ટ શું હશે તે જાણવા આતુર થયા હતા. જો કે આ અંગે એક માહિતી સામે આવી છે. પ્રતીકના ચાહકો પણ સોશિયલ મીડિયા પર તેમને ઘણી વાર પૂછતા હતા કે હવે તે કયા પ્રોજેક્ટમાં જોવા મળશે. આ વાતનો ખુલાસો એક અહેવાલમાં થયો છે. 

પ્રતીક ગાંધીએ પ્રખ્યાત નિર્દેશક અને અભિનેતા તિગ્માંશુ ધુલિયાનો આગામી પ્રોજેક્ટ સાઈન કર્યો છે. તિગ્માંશુ 'સિક્સ સસ્પેન્ડિઝ' પુસ્તક પર આધારિત એક વેબ સિરીઝ બનાવી રહ્યો છે, જેમાં પ્રતીક ગાંધી જોવા મળશે. આ પુસ્તકની વાર્તા ઉત્તર પ્રદેશના ગૃહપ્રધાનના પુત્ર પર આધારિત છે, જેની પોતાની પાર્ટીમાં હત્યા કરવામાં આવી હોય છે. પોલીસે 6 શંકાસ્પદ શખ્સોની ધરપકડ કરે છે જેમની પાસે બંદૂક છે અને તે બધા પાસે હત્યાના જુદા જુદા કારણો છે. આ પુસ્તકને ઘણી સફળતા મળી હતી અને હવે નિર્માતાને આશા છે કે પુસ્તકની જેમ જ સીરીઝને પણ સફળતા મળશે.

જો કે આ સીરીઝમાં પ્રતીક કયું પાત્ર ભજવશે તે હજુ બહાર આવ્યું નથી, પરંતુ જાણવા મળ્યું છે કે તેમાં રિચા ચઢ્ઢા પણ મહત્વની ભૂમિકા નિભાવશે. આ સીરીઝનું શૂટિંગ આ વર્ષે માર્ચ મહિનાથી શરૂ થશે.