08, માર્ચ 2022
વડોદરા, તા.૭
વડોદરાના બહુચર્ચિત કૌભાંડી તલાટી કમ મંત્રી અભિષેક મહેતા દ્વારા ઉચાપત પ્રકરણની તપાસમાં વાઘોડિયા પોલીસ પર ગ્રહણ લાગ્યું હોય તેમ રોજબરોજ પોલીસની કામગીરી વિવાદોમાં સપડાતા આખરે વાઘોડિયા પોલીસ પાસેથી તપાસ આંચકી લઈ ડભોઈના ડીવાયએસપી કલ્પેશ સોલંકીને સોંપવામાં આવી છે. કૌભાંડી તલાટી કમ મંત્રીની ધરપકડ કર્યા બાદ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવતા ૮ માર્ચ સુઘીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. વાઘોડિયાપોલીસે જાંબુવાડા,અંટોલી અને કરમાલીયાપુરા ગ્રામ પંચાયતોના સરપંચો પાસેથી બ્લેન્ક ચેકોમા મસમોટી રકમ ભરી જાતે જ રૂ.૨૧. ૮૫ લાખની ઊચાપત કરી હોવાની કબુલાત કરી છે. લોકસત્તા-જનસત્તા અખબારમા વાઘોડિયા પોલીસની શંકાશીલ કામગીરી અને કૌભાંડી તલાટીની સારી એવી સરભરા અંગે પ્રસિદ્ધ થયેલા અહેવાલના પગલે ખાખી વર્દીની આબરુ બચાવવા વાઘોડિયા પોલીસ પાસેથી તપાસ આંચકી લઈ ડભોઈના ડીવાયએસપી કલ્પેશ સોલંકીએ શરૂ કરી છે.તલાટી કમ મંત્રી અભિષેક મહેતાએ પત્ની નિઘીના નામની બોગસ એજન્સી તથા નજીકના સગા દર્શન મહેતાના નામની રોયલ એન્ટર પ્રાઈઝ નામે બોગસ એજન્સી બનાવી રૂ.૨૧.૮૫ લાખની ઊચાપત કરી છે. આ સાથે જ નિઘી અને રોયલ આ બંન્ને એજન્સી મારફતે ૫૦ ગ્રામ પંચાયતના ૨૮ તલાટીઓએ ભેગા મળી રૂ. ૭૧. ૮૫ લાખનુ કૌભાંડ આચર્યુ છે. જેની તપાસ વડોદરા જીલ્લા વિકાસ અઘિકારીને પ્રમાણિત પુરાવા આપી પોલીસ ફરિયાદ કરવા અરજી કરાઈ છે.જાેકે બોગસ બીલો બનાવી કૌભાંડ કરનાર તલાટીઓ હાલ વાઘોડિયાની અલગ અલગ ગ્રામ પંચાયતોમા હાજર થઈ પુરાવા સાથે છેડછાડ કરે તેવી શંકા તમામ ગ્રામ પંચાયતોના નવા ચુંટાએલા સરપંચોએ કરી છે.સરપંચોનુ માનીએ તો આ ભ્રષ્ટાચારીઓને તાલુકામાંથી બદલી કરી દેવામા આવે નહિ તો લોકોનો રોષ ફાટી નીકળશે.વાઘોડિયા તાલુકા પંચાયત કચેરીએ પણ તાળાબંઘી કરી વિરોઘ પ્રદર્શન કરે તેવી ચર્ચાએ જાેર પકડ્યું છે. વડોદરા જિલ્લા વિકાસ અઘિકારીનું મૌન સૌને અકડાવી રહ્યું છે. વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે જાહેરમાં આવા ખોટાબીલો રજુ કરી ભ્રષ્ટાચાર કરનાર તલાટીઓને નહિ બક્ષી સસ્પેન્ડ કરવાનો હુંકાર કરવા છતા વડોદરા વહિવટી તંત્ર ચુપચાપ કેમ બેઠુ છે ?. પુરતા પુરાવા રજુ કર્યા પછી પણ કોઈ એક્શન કેમ નથી લેતું .ભ્રષ્ટાચારીઓને છાવરવાથી ભ્રષ્ટાચારીઓની હિંમત વઘશે અને હજુ પણ વધુ ભ્રષ્ટાચાર કરે તેવી દહેશત ગ્રામ પંચાયતો કરી રહિ છે. આવા તલાટીઓને નોકરી પર રાખવાથી લોકોનો રોષ આસમાને ચઢે તો નવાઈ નહિ, હજુ ૭૧.૮૫ લાખનુ કૌંભાડ સામે આવ્યુ છે. સ્મશાનની ચિત્તામા લાખોના લાકડાના બિલો ખોટા મુકી રોકડી કરી લેવાઈ છે. તાલુકાની જનતાને ખબર છેકે લાકડા કોણે દાન કર્યા છે.છતા મડદાં પર પણ ભ્રષ્ટતંત્રએ ભ્રષ્ટાચાર આચરવાનું છોડ્યુ નથી. પુર્વ તાલુકા વિકાસ અઘિકારી સાથે તાલુકાના તલાટી કમ મંત્રીઓ સતત સંપર્કમા રહી અહિંની હિલચાલ આપી રહ્યા છે.કહેવાતો ફરીસ્તા તમામ તલાટીને બચાવી લેશે અને હાલના નિડર અને પ્રમાણીક તાલુકા વિકાસ અઘિકારીની આ કૌંભાડને ઠંડુ પાડી બદલી કરી દેશે તેવા શેખચલ્લીના વિચારોથી અન્ય તલાટી કમ મંત્રીઓને ગેરમાર્ગે દોરાઈ રહ્યા છે.જાેકે અભીષેકના રિમાન્ડ દરમ્યાન તમામ ત્રણ ગ્રામ પંચાયતોના દસ્તાવેજાે,સરપંચ સભ્યોની સહિના નમુના, હેન્ડ રાઈટીંગ લેવામા આવ્યા છે. જે સાબીત કરે છે કે ઠરાવો, રોજમેડ અને વાઊચર( અસલ) બુકમા કરેલ સહિઓ ખોટી છે. જે સરપંચોની જાણ બહાર અભીષેકે ઠરાવો કરી ખોટી સહિઓ કરી હતી.બોગસ બીલો અને પાવતીઓ પણ કબ્જે કરી છે.તલાટીના ઘરેથી અગાઊ તેના હાથે લખાએલ કાગડોના હેન્ડ રાઈટીંગ પુરાવામા મેચ કરાઈ રહ્યા છે. જાેકે તપાસમા સ્પષ્ટ સાબિત થઈ ચુક્યુ છેકે તમામ બોગસ બીલો બનાવી અભીષેક મહેતાએ ૨૧.૮૫ લાખની ઊચાપત સરપંચો અને સભ્યોની જાણ બહાર કરી છે. ત્યારે કૌંભાડી તલાટી કમ મંત્રીનુ આખેઆખુ કૌંભાડ પુર્ણતાની આરે હોય તેમ અંગત સુત્રો તરફથી જાણવા મળે છે.
ત્યારે તેની પત્ની નિઘી અને ૫૦ ગ્રામ પંચાયતોના ૨૮ તલાટી કમ મંત્રીઓને સહ આરોપી તરીકે ગમે તે સમયે પોલીસ ફરિયાદમા સમાવેશ થાય તેવી પ્રબળ શક્યતા છે. તલાટી કમ મંત્રીઓની ધરપકડ પોતાની ગંભીર ભુલ ગણાવી હક્કીત લેખિતમાં રજુ કરી સરકારી ગવાહ બનવાનો મોકો પોતાના હાથે ગુમાવે છે કે સહઆરોપી બની જેલની
હવા ખાય તે આવનારો સમય બતાવશે.