10, ડિસેમ્બર 2020
મુંબઈ
ફિલ્મમેકર હંસલ મહેતાની વેબ સિરીઝ 'સ્કેલ 1992: ધ હર્ષદ મહેતા સ્ટોરી' IMDBની '2020 10 ભારતીય વેબ સિરીઝ'માં ટોચ પર રહી છે. યુઝર્સ ફિલ્મ તથા ટીવી શોને 10 પોઈન્ટની અંદર રેટ આપે છે.
'સ્કેમ'માં પ્રતિક ગાંધીએ હર્ષદ મહેતાનો રોલ પ્લે કર્યો છે. આ સિરીઝ 1992માં થયેલા શેરબજાર કૌભાંડ પર આધારિત છે. આ સિરીઝ સુચેતા દલાલના પુસ્તક 'ધ સ્કેમઃ હુ વન, હુ લોસ્ટ્, હુ ગોટ અવે' પર આધારિત છે. આ સિરીઝ નવ ઓક્ટોબરના રોજ સોનીલિવ પર સ્ટ્રીમ થઈ હતી.
IMDBના CEO નોલ નીધમે કહ્યું હતું કે દુનિયામાં આખું વર્ષ ભારતીય સિરીઝને લઈ ઘણો જ રસ રહ્યો હતો. આટલું જ નહીં ઈન્ડિયન વેબ સિરીઝ 'સ્કેમ' એટલી લોકપ્રિય થઈ કે ઓલ ટાઈમ ટોપ 250 ટીવી સિરીઝમાં પણ 'સ્કેમ' સ્થાન પામી છે.
IMDBની ટોપ ટેન ઈન્ડિયન વેબ સિરીઝ 2020
ક્રમ સિરીઝનું નામ
1 સ્કેમ
2 પંચાયત
3 સ્પેશિયલ ઓપ્સ
4 બંદિશ બેન્ડિટ્સ
5 મિર્ઝાપુર
6 અસુર
7 પાતાલ લોક
8 હાઈ
9 અભય
10 આર્યા