વાસણા રોડ વિસ્તારમાં આવેલા સ્મશાનમા રખડતા કૂતરાઓના આતંકથી ડાઘુઓ પણ ભારે પરેશાની ભોગવી રહ્યા છે. સ્મશાનમાં કોઇપણ જાતની સિક્યુરિટીની વ્યવસ્થા ન હોય રખડતા કૂતરાઓ મડદાઓની મીજબાની કરે છે તેવી ફરિયાદો કરવા છતા પાલિકા તંત્ર દ્વારા આજ દિન સુધી કોઇ પગલાં ભરવામાં આવ્યા નથી. જેથી મોતનો મલાજાે ન જાળવાતો હોય પાલિકા સત્તાધીશો નક્કર કાર્યવાહી કરે એવી માંગણી ઉઠી છે.