અમદાવાદ-

સવારે સ્કૂલ શરૂ થઈ તે પહેલા અને સ્કૂલની શિફ્ટ પૂર્ણ થયા પછીથી સ્કૂલનું સેનિટાઈઝેશન કરાયુ હતું. સ્કૂલમાં વિદ્યાર્થીઓને એક બીજા સાથે નાસ્તાની આપલે પર રોક લગાવવામાં આવી હતી. અમદાવાદ શહેર ડીપીઓ કચેરીના જણાવ્યા પ્રમાણે, ‘શહેરની ૧૫૦૦ સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલોમાં ૫૦ ટકાથી પણ ઓછા વાલીઓએ સંમતિ પત્ર આપ્યા હતા.’ અમારી સ્કૂલમાં ધોરણ ૬થી ૮ના કુલ ૯૦થી વધુ વિદ્યાર્થીઓના વાલીઓમાંથી લગભગ ૭૦થી વધુ વાલીઓએ વિદ્યાર્થીઓની હાજરી માટે સમંતિ દર્શાવી હતી, જૈ પૈકીના ૫૨ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. શહેરની અગ્રણી ૪૦ જેટલી સ્કૂલોના ધોરણ ૬થી ૮માં ભણતા આશરે ૨૪૦૦ જેટલા વિદ્યાર્થીઓના ૫૦ ટકાથી વધારે વાલીઓએ વિદ્યાર્થીઓની હાજરી માટેની સંમતિ દર્શાવી હતી, જે પૈકીના આશરે સરેરાશ ૩૦થી ૪૦ ટકા વિદ્યાર્થીઓ સ્કૂલમાં ઉપસ્થિત રહ્યા હતા.

સરકારના કોવિડ પ્રોટોકોલ મુજબ ગુરુવારથી અમદાવાદ સહિત રાજ્યભરમાં ધોરણ ૬થી ૮ની સ્કૂલોના પ્રથમ દિવસે ૫૦ ટકાથી પણ ઓછી હાજરી નોંધાઈ હતી. ૩૩,૮૭૨ સરકારી સ્કૂલોમાં આશરે ૩૪.૧૩ ટકા હાજરી જાેવા મળી છે. જ્યારે ખાનગી સ્કૂલોમાં ૧૨.૨૬ ટકા હાજરી નોંધાઈ હતી. મોટાભાગની સ્કૂલોમાં સેનિટાઈઝેશન તેમજ સોશિયલ ડિસ્ટન્સનું ચુસ્તપણે પાલન કરવામાં આવ્યું હતું. એસોસિએસન ઓફ પ્રોગ્રેસિવ સ્કૂલ્સ સાથે સંકળાયેલ ઉદગમ, સત્વવિકાસ, એચ બી કાપડિયા સહિતની સ્કૂલના મુખ્ય દરવાજા પર થર્મલ ગનથી વિદ્યાર્થીઓનું ટેમ્પરેચર માપવામાં આવ્યું હતું અને સેનિટાઈઝેશન પછી જ પ્રવેશ આપવામાં આવ્યો હતો. ક્લાસરૂમમાં પ્રત્યેક બેન્ચ પર એક વિદ્યાર્થીને બેસાડાયો હતો.