દિલ્હી-

દેશના ઘણા રાજ્યોમાં કોરોના મહામારીને કારણે લાંબા સમયથી બંધ સ્કૂલો આજથી ખુલી છે. લગભગ દોઢ વર્ષ બાદ આજે પહેલી વાર દિલ્હીના બાળકો પણ સ્કૂલે ગયા છે. રાજસ્થાન, હરિયાણા અને તમિલનાડુમાં પણ આજેથી મોટા બાળકો માટે સ્કૂલમાં અભ્યાસ શરૂ થયો છે. જ્યારે યુપી અને મધ્યપ્રદેશમાં નાના બાળકોએ પણ આજથી સ્કૂલ જવાનું શરૂ કરી દીધું છે. સરકારે સ્કૂલો ખોલવાની મંજૂરી આપી છે, પરંતુ સાથે જ સ્કૂલો માટે ગાઇડલાઇન્સ બનાવી છે. જેનું ચૂસ્તપણે પાલન કરવાનું છે. સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્કની સાથે સ્કૂલમાં સેનિટાઇઝેશનની પણ વ્યવસ્થા કરવી પડશે. દિલ્હીમાં ૯થી ૧૨માં ધોરણ સુધીની સ્કૂલો આજથી ખુલી છે, ત્યો શહેરમાં ભારે વરસાદ વચ્ચે હાથમાં છત્રી અને મોંઢા પર માસ્ક સાથે બાળકો સ્કૂલો જતાં જોવા મળ્યા હતા. દિલ્હીમાં કેટલીક સંસ્થાઓએ અત્યારે પણ થોડા સમય સુધી વિદ્યાર્થીઓને પરિસરમાં નહીં બોલાવવાનો નિર્ણય કર્યો છે. સ્થિતિનું અવલોકન કર્યા બાદ આગામી સમયમાં તે ખુલી શકે છે.