સાબરમતી અને કેવડિયા એરોડ્રામ શોભાના ગાંઠિયા સમાન, સી પ્લેનની સેવા છેલ્લા ૨૦૦ દિવસથી ઠપ્પ
25, ઓક્ટોબર 2021

કેવડિયા-

કોરોના કારણે સેવા બંધ હતી.પરંતુ અત્યારે પ્રવાસન સ્થળો ખુલી ગયા છે.સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ ખુલી ગયું છે.તો પછી સી પ્લેન સેવા કેમ શરૂ થઈ નથી. જાેકે હવે દિવાળી નો તહેવાર આવી રહ્યો છે. અને ફરવાના શોખીન સી પ્લેનની સેવા શરૂ થાય તેની રાહ જાેઇ રહ્યાં છે.અમદાવાદથી કેવડિયા સી પ્લેનની સેવા છેલ્લા ૨૦૦ દિવસથી ઠપ્પ થઇ જતા ફરી ક્યારે શરૂ થશે તેની તંત્રને પણ નથી ખબર. જુના પ્લેનથી શરૂ કરાયેલી આ સેવામાં સરકારને કરોડો રૂપિયાનો ખર્ચ પાણીમાં વહેડાવી દીધો છે.

અમદાવાદથી કેવડિયાના રુટ પર નિયમિત સી પ્લેને ઉડાન ભરી શક્યું નથી. જેથી સાબરમતી અને કેવડિયા એરોડ્રામ શોભાના ગાંઠિયા સમાન બન્યા ચે. તેને સાચવવા સુરક્ષા કર્મીઓ બોજ સમાન બન્યું છે. એક વર્ષ પહેલા ૩૧ ઓક્ટોબર ૨૦૨૦ ના રોજ પ્રધાનમંત્રી નરેદ્ર મોદીએ પ્રથમ સફર કરી ને કેવડિયા થી અમદાવાદ પહોંચી સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે સી પ્લેન સેવા શરૂ કરવામાં આવી હતી. જે શરૂઆત માં ૧૦ દિવસ ચાલ્યું અને એક મહિના ના ટૂંકા ગાળામાં મેન્ટેન્સ માટે માલદીવ્સ મોકલવામાં આવ્યું. આવું વારંવાર બનતા પ્રવાસીઓ કંટાળ્યા હતા છતાં પ્રવાસીઓને એક ઉત્સાહ હતો. પરંતુ આ સેવા બંધ થઇ ગઈ અત્યારે સાબરમતી નદીમાં જેટી તરી રહી છે.કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ વોટર એરોડ્રામ ધૂળ ખાય રહું છે.સુરક્ષાકર્મીઓ બેસી રહ્યા છે.બુકીંગ બારી ક્યારે ખુલશે તેની લોકો રાહ જાેઇએ રહ્યા છે. સી પ્લેન મેન્ટેનન્સ માટે માલદિવ્સ મોકલાયું ને ૨૦૦ દિવસ થઈ ગયા છે પરંતુ સી પ્લેન પરત ફર્યું નથી.અને ક્યારે પરત આવશે તે પણ એક સવાલ છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution