વડોદરા, તા.૨૩

વિખ્યાત અદ્યાત્મિક ગુરુ અને વડોદરાનું ઘરેણું કહી શકાય એવા મહર્ષિ ઓરબિંદોની આગામી ૧૫૦મી જન્મ જયંતીની કેન્દ્ર સરકાર ઉજવણી કરવા જઇ

રહી છે.

અને તે માટે ગઠિત ૫૩ સભ્યોની સમિતિમાં ગુજરાતના ત્રણ મહાનુભાવોની નિયુક્તિ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ કરી છે. કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી સમિતિમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ ઉપરાંત ઓરો યુનિવર્સિટીના સંસ્થાપક એચ. પી. રામા અને વડોદરાના રાજવી પરિવારના શુભાંગિનીદેવી રાજે ગાયકવાડનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ સમિતિના સૂચનોને ધ્યાને રાખીને કેન્દ્ર સરકાર દ્વારા મહર્ષિ ઓરબિંદોની ૧૫૦મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવશે.મહર્ષિ ઓરબિંદાનું વડોદરા શહેેર સાથે અનેરુ જાેડાણ જાેવા મળ્યું છે.