સુરત-

BCCI દ્વારા 31 ઓક્ટોબરથી વિશાખાપટ્ટનમ ખાતે સિનિયર વુમન્સ વન્ડે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં બધાજ રાજ્યના સિનિયર મહિલા ખિલાડીઓની પસંદગી કરવામાં આવી છે. તેમાં ગુજરાતની ટીમમાં સૌપ્રથમ વખત સુરતની એક સાથે 7 સિનિયર મહિલા ખિલાડીઓની પસંદગી કરવામાં આવી છે. આ પેહલા સિનિયર વુમન્સ વન્ડે ક્રિકેટ ટુર્નામેન્ટમાં બે ખિલાડીઓ ત્રણ ખિલાડીઓ તથા ચાર ખિલાડીઓની પસંદગી કરવામાં આવતી હતી. પરંતુ આ વખતે એક સાથે સુરતની 7 સિનિયર મહિલા ખિલાડીઓની પસંદગી કરવામાં આવી છે. તે સુરત માટે ખુબજ ગૌરવની વાત છે. BCCI દ્વારા 31 ઓક્ટોબરથી વિશાખાપટ્ટનમ ખાતે સિનિયર વુમન્સ વન્ડે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.તેમાં સુરતની 7 સિનિયર મહિલા ખિલાડીઓની પસંદગી કરવામાં આવી છે. ગુજરાત ટીમની કેપટન રેણુકા ચૌધરી જેઓ બેટિંગ-તથા ઓલરાઉન્ડર છે. કૃતિકા ચૌધરી જેઓ ટીમના વાઇસ કેપટન છે અને સ્પિનર તથા ઓલરાઉન્ડર છે. ગોપી મેદપરા તેઓ વિકેટ કીપર છે. પ્રજ્ઞા ચૌધરી તેઓ પણ સ્પિનર તથા ઓલરાઉન્ડર છે. તોરલ પટેલ તેઓ ઓફ સ્પિનર છે. મૈત્રી પટેલ તેઓ પેસ બોલર તથા ઓલરાઉન્ડર છે. અને શ્વેતા ચૌધરી તેઓ પણ સ્પિનર તથા ઓલરાઉન્ડર છે. આ તમામ ખિલાડીઓ છેલ્લા 10 વર્ષથી ક્રિકેટ રમી રહ્યા છે. તથા તમામ ખિલાડીઓ ચીફ સિલેક્ટર ખ્યાતિ શાહ, ભૂમિ માખણીયા, પૂર્વી પટેલ તથા હેડ કોચ પ્રતીક પટેલના દેખરેખમાં તાલીમ લઇ રહ્યા છે.