બોડેલી ખાતે નવજીવન હાઈસ્કૂલની વિધાર્થીનીઓને સ્વબચાવની તાલીમ
02, નવેમ્બર 2023

બોડેલી, ઃ છોટાઉદેપુર જિલ્લા પોલીસ અધિક્ષક ઈમ્તિયાઝ શેખ ના આદેશથી અને જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક ધર્મેન્દ્રસિંહ કે. રાઠોડ ના માર્ગદર્શન હેઠળ જાસ્મીન ચેરીટેબલ ટ્રસ્ટ વડોદરા દ્વારા અને નયા સંકલ્પ ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગ થી અને જે.ટી.એ. સ્પોર્ટ્‌સ એન્ડ સેલ્ફ ડિફેન્સ એકેડમી ના સંકલન થી બોડેલી તાલુકાની નવજીવન હાઈસ્કૂલ ની ર૦૦ વિધાર્થીની બહેનોને સ્વબચાવ ની તાલીમ સંસ્થા ના કોચ રાજેશ ત્રિવેદી દ્વારા આપવામા આવી હતી. પોલીસ કોસ્ટેબલ ચિંતનભાઇ તેમજ સુરક્ષસેતુ ના સુરેખા મેડમ દ્વારા આપવામા આવી હતી. તેમજ બોડેલી પોલિસ સ્ટેશન ના પી એસ આઈ ચૌહાણ નવજીવન શાળા ના આચાર્ય એકનાથ જાદવ તેમજ સંસ્થા ના પ્રમુખ જાબીરહુસેન એન.મલેક દ્વારા વિધાર્થીની ભવિષ્યમા આવા આવનાર સમયમા પોતાની સૂરક્ષા કરે તેવી શુભેચ્છાઓ પાઠવવામા આવી હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution