સેલવાસ-

સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના નરોલી ગામના ખરડપાડાની એક ચાલમાં રહેતો મુન્ના દેવેન્દ્ર ચૌધરીની ૨.૫ કિલ્લો ગાંજા સાથે પોલીસે ધરપકડ કરી છે. પોલીસને બાતમી મળી હતી કે, આ ઇસમ ગાંજાનો વ્યવસાય કરે છે. જેથી બાતમીના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર સેબાસ્ટિયન દેવાસીયા તેમજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર અનિલ કે.એ ગત મોડીરાત્રે મુન્નાના ઘરે છાપો માર્યો હતો.

આ રેડમાં આરોપીના ઘરમાંથી કુલ ૨.૫ ગાંજાે મળી આવ્યો હતો. જેથી પોલીસે મુન્નાની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યો હતો. નામદાર જજે આ મામલાને ગંભીર ગણી ૫ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.ઉલ્લેખનીય છે કે, હાલ સેલવાસના યુવાવર્ગમાં ગાંજાનો નશો કરવાનું પ્રમાણ વધી રહ્ય્šં હોવાનું દેખાઈ રહ્ય્šં છે. આ બાબતે દાદરા નગર હવેલી પોલીસ તપાસ કરે તો સેલવાસમાં નશાના અનેક મોટા કારોબારનો પર્દાફાશ થઈ શકે છે.