ગાંધીનગર:

અંતિમ તબક્કે ભાજપમાં ડખ્ખો થયો અને શપથવિધી રદ્દ કરવી પડી.એવુ તે શું થયુ કે શપથવિધી રદ્દ કરવી પડી.ભાજપમાં મોટા હોદ્દાઓ માટે જુદાં જુદાં ત્રણ જૂથ વચ્ચે ખેંચતાણ વધતાં મામલો વડાપ્રધાન મોદી સુધી પહોંચ્યો છે.હોદ્દાઓ માટે બે જૂથને અમિત શાહની મધ્યસ્થી મંજૂર નથી!માટે છેલ્લી ઘડીએ શપથવિધિ કરવાના નિર્ણયથી નો-રિપીટ થિયરી લાગુ થવાની પક્ષમાં આશંકા જોવા મળી હતી..અને શપથવિધી રદ્દ કરવાની ફરજ પડી.

ભાજપનાં કેટલાક ધારાસભ્યો નારાજ જોવા મળી રહ્યા છે. ભાજપના પક્ષ પ્રમુખ પાટીલના બંગલે ધારાસભ્યોની અવરજવર પણ વધી હતી. તે ઉપરાંત ગાંધીનગરમાં બેઠકોનો દોર શરૂ થયો હતો. જેમાં મંત્રીઓના નામની ચર્ચાઓ ચાલી રહી હતી. જેમાં આંતરિક વિખવાદ થતાં નવા મંત્રીમંડળની રચના ટલ્લે ચઢી હતી. એક બાજુ રાજભવન ખાતે શપથવિધિના પોસ્ટર લગાવી દેવામાં આવ્યાં હતાં. બાદમાં આ પોસ્ટર્સને હટાવી દેવાયા હતાં.

આજે સાંજે 4.20 વાગ્યે નવા મંત્રીમંડળની શપથવિધિ યોજાવાની હતી. પરંતુ હવે તે કાલે યોજાય તેવી શક્યતાઓ છે. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ વિજય રૂપાણીના મંત્રીમંડળમાંથી 90 ટકા લોકોને ડ્રોપ કરી દેવાય તેવી શક્યતા છે. એટલું જ નહીં, જુના ચહેરાઓ સામે એન્ટી ઈન્કમ્બન્સી ઉભી ના થાય તે માટે અગાઉના મંત્રીમંડળમાંથી પણ ધારાસભ્યોને મંત્રી ના બનાવવા એવી પણ કવાયત ચાલી રહી છે. 

હવે આજનો સમારોહ રદ્દ કરવામાં આવ્યો છે ત્યારે જોઇએ આવતીકાલે કેટલા નેતાઓ માને છે અને કેટલા રિસાયને બેસે છે.