મુંબઈ-

અઠવાડિયાના પ્રથમ કારોબારી દિવસે શેરબજાર રેકોર્ડબ્રેક ઊંચાઈએ બંધ થયો હતો. સેન્સેક્સ-નિફ્ટી બંને આજે નવા રેકોર્ડબ્રેક સ્તરે બંધ થયા છે. મિડકેપમાં પણ સતત ચોથા દિવસે રેકોર્ડ ક્લોઝિંગ જાેવા મળી હતી. નિફ્ટી ૮૧ પોઈન્ટ વધીને ૧૫,૭૫૧ પર બંધ થયો હતો. જ્યારે સેન્સેક્સ ૨૨૮ પોઈન્ટ વધીને ૫૨,૩૨૮ પર બંધ થયો હતો. આ ઉપરાંત મિડકેપ ૩૩૦ પોઈન્ટ વધીને ૨૬,૮૮૧ પર બંધ થયો હતો.

દિગ્ગજ શેરોની વાત કરીએ તો, આજે અદાણી પોટ્‌ર્સ, પાવર ગ્રિડ, અલ્ટ્રાટેક સિમેન્ટ અને ટાટા મોટર્સના શેર ગ્રીન સિગ્નલ સાથે બંધ થયા હતા. તો બજાજ ફિનસર્વ, બજાજ ફાયનાન્સ, ૐડ્ઢહ્લઝ્ર, ડિવિસ લેબ અને જેએસડબલ્યુ સ્ટીલના શેર રેડ સિગ્નલ સાથે બંધ થયા હતા.સેક્ટોરિયલ ઈન્ડેક્સની વાત કરીએ તો, આજે ફાયનાન્સ સર્વિસ, ફાર્મા, મેટલ અને રિયલ્ટી રેડ સિગ્નલ પર બંધ થયા હતા. તો બેંક, પીએસયુ બેંક, એમએમસીજી, પ્રાઈવેટ બેંક, આઈટી, મીડિયા અને ઓટો ગ્રીન સિગ્નલ પર બંધ થયા હતા. આજે સવારે પણ શેરબજાર ગ્રીન સિગ્નલ સાથે ખૂલ્યું હતું. સેન્સેક્સ ૮૫.૫૩ અંકોની તેજી સાથે ૫૨૧૮૫.૫૮ના સ્તરે ખુલ્યો હતો. તો નિફ્ટી ૩૭.૯૦ અંક વધીને ૧૫૭૦૮.૨૦ના સ્તરે ખુલ્યો હતો.