વાઘોડિયા લિલોરા નવીનગરીમાંથી સાત દિવસના બાળકનુ અપહરણ, રાત્રે ૨ વાગે ઘરમાંથી બાળક ગુમ
22, ઓક્ટોબર 2021

વડોદરા-

વાઘોડિયા લિલોરા નવીનગરીમાંથી દેવીપુંજક પરિવારનુ સાત દિવસનુ બાળક ગુમ થતા માતાએ વાઘોડિયા પોલીસ મથકે ફરીયાદ નોંઘાવી છે. સંગીતાબેન પુનમભાઈ દેવીપુજક નાઓનુ ત્રણ વર્ષપુર્વે પુનમભાઈ ટીનાભાઈ દેવીપુંજક સાથે બોરસદના નાનીશેરી ગામે લગ્ન થયા હતા.જેઓને સંતાનમા બે વર્ષની દિકરી પણ છે. ત્યારબાદ સારા દિવસો રહેતા સંગીતાબેનને છેલ્લા મહિને પિયરમા આવેલ રયજીભાઈ રાયનભાઈ દેવીપુંજક રહે. કુુમેંઠા હાલ એક વર્ષથી લિલોરા નવીનગરીમા રહેતા પિતાની ત્યા આવ્યા હતા. જેઓને ૧૫-૧૦-૨૧ ને દશેરાને દિવસે પ્રસુતીનો દુખાવો ઊપડતા જરોદ સામુહિક કેન્દ્રમા દાખલ કરવામા આવ્યા હતા. જે બાદ રાત્રીના નવ વાગે પુત્રને જન્મ આપ્યો હતો. માતા- પુત્રની તંદુરસ્ત તબીયત જણાતા હોસ્પીટલમાંથી ૧૮-૧૦-૨૧ ના રોજ રજા આપવામા આવી હતી. તારીખ ૨૦-૧૦-૨૧ના રોજ સાંજના નવેક વાગે માતા જમી પરવારી ધરના આગળના ભાગે કાચા ઝુપડામા સુતા હતા. અંદરના રુમમા બીજુ સંતાન સુતુ હતુ.

માતાએ નવજાત શિશુને બાર વાગે અને રાત્રીના દોઢ વાગે ધાવણ ઘવડાવી બાળકની વિરુધ્ધ દિશામા પડખુ ફેરવી સુઈ ગયા હતા ત્યારે રાત્રીના બે વાગ્યાની આસપાસ આંખ ખુલતા પથારીમા બાળક મડી આવ્યુ નહતુ. જેથી માતા સહિત પરિવારે આસપાસના ઘરોમા તપાસ કરી હતી.રાત્રીના અઢી વાગે ગામના સરપંચ જાકીરભાઈ મન્સુરીને જાણ કરતા તેવોએ પણ બાળકની શોઘખોડ હાથ ધરી હતી. ત્યાર બાદ વહેલી સવારે બાળકની માતાના પરિવારે તમામ જગ્યાએ તપાસ કરતા બાળક મડી આવેલ નહી, જેથી સાત દિવસના બાળક ગુમ થયા અંગે માતાએ જરોદ ઓપી પર બાળક ગુમ થયા અંગે ફરીયાદ નોંઘાવી હતી.આમ એકાએક સાત દિવસનુ બાળક ગુમ થતા બાળકપર કોઈ તાત્રીક વિધી કરવા ઊઠાવી ગયુ છેકે પછી બાળકનુ અપહરણ કર્યુ છે. જેઅંગેની જાણકારી જરોદ ઓપીના પીએસઆઈ જે. કે. બાવિષ્કરને પુછતા ફરીયાદના આઘારે સવારે ડૉગસ્કોડ, એફએસએલ વગેરે નિષ્ણાંત ટીમો બોલાવી તપાસ કરાશે તે અંગેની જાણકારી આપી હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution