અલવર-

રાજસ્થાનમાં રેપની ઘટનાઓમાં આશ્ચર્યજનક રીતે સતત વધારો થઈ રહ્યો છે. અલવર જિલ્લામાં પાછલા ૧૫ દિવસમાં સાત ગેંગ રેપ થયા છે. જેના પગલે આ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર પ્રશ્ન ઉભા થઇ રહ્યાં છે. મળતી માહિતી અનુસાર, રાજસ્થાનના અલવરમાં તો સ્થિતિ વધારે ગંભીર બની ગઈ છે. અલવર જિલ્લામાં હવે મહિલાઓ ઘરમાં પણ પોતાને સુરક્ષિત અનુભવી કરી રહી નથી. બીજી તરફ પોલીસ કાર્યવાહીમાં ઢીલ થઈ રહી હોવાથી બળાત્કારીઓની હિંમત વધી રહી છે.

અલવર જિલ્લામાં છેલ્લા પંદર દિવસમાં ગેંગરેપના સાત કેસ નોંધાયા છે. તે ઉપરાંત અન્ય ૧૭ કેસ પણ નોંધાયા છે. આમ આ જિલ્લાને રેપિસ્તાન કહીશું તો કંઈ ખોટું ગણાશે નહીં. એમ પણ બળાત્કારના સૌથી વધારે કેસ આ જિલ્લામાં નોંધાતા રહ્યા છે. અલવરમાં ક્રાઈમ રેટ ઓછો કરવા માટે કાયદો અને વ્યવસ્થાની રીતે બે પોલીસ જિલ્લા બનાવાયા છે.બંને જિલ્લામાં એક-એક એસપીની નિમણૂંક કરવામાં આવી છે પણ મહિલાઓ સાથે જાેડાયેલા અપરાધો અટકી રહ્યા નથી.જાેકે પોલીસનુ કહેવુ છે કે, મહિલાઓમાં જાગૃતિ આવી છે અને હવે તેઓ ફરિયાદ નોંધાવવા માટે આગળ આવી રહી છે તથા પોલીસ પણ તરત જ કાર્યવાહી કરી રહી છે. ગેંગરેપના મોટાભાગના કિસ્સાઓમાં આરોપીએએ યુવતીઓનુ અપહરણ કરીને અલગ અલગ જગ્યાએ લઈ જઈને બળાત્કાર ગુજાર્યો હતો.ગેંગરેપનો ભોગ બનનારામાં સગીર કિશોરીઓ પણ સામેલ છે.