હાલોલ : સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આજે આસો નવરાત્રીના આઠમાં નોરતે દોઢ લાખ ઉપરાંત માઇભકતો ઉમટી પાડયા. માતાજીના ભકતોએ માતાજીના દર્શન ની સાથે સાથે માતાજીના આઠમના હવન દર્શન નો પણ લાભ લીધો હતો.

મંદિર ટ્રસ્ટ દ્વારા આજે આઠમ ના દિવસે વહેલી સવારના ચાર વાગે માતાજીના મંદિરની નીજ દ્વારા ભક્તોના દર્શનાર્થે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. દ્વવાર ખુલ્લો મુકતા ની સાથે માતાજીના ભક્તોએ જય માતાજી ના જય ઘોષ સાથે ગુંજી ઉઠ્‌યું હતું. આઠમના દર્શન ને લઇ માતાજીના ભક્તો ગત મોડી રાત્રીથી અવિરત પ્રવાહ ચાલુ રહેતા વહેલી સવારથી મોડી રાત્રી સુધી દોઢ લાખ જેટલા માઇ ભકતો એ માતાજીના ચરણોમાં શીશ નમાવી ધન્યતા પામ્યા હતા. મંદિર પરિષદમાં હવન કરવામાં આવ્યો હતો. યજ્ઞ નો આરંભ સવારે ૯.૦૦ કલાકે શાસ્ત્રોક્ત વિધિવત વૈદિક મંત્રોચ્ચાર સાથે કરવામાં આવ્યો હતો. બપોર ના ૪.૩૦ કલાકે હવન કુંડમાં શ્રીફળ હોમી યજ્ઞ નું સમાપન કરવામાં આવ્યું હતું. આજે આઠમ ના નોરતાને લઇ માતાજીના ભકતો એ માતાજીના દર્શન ની સાથે સાથે માતાજીના આઠમ ના હવન ના દર્શનનો આનંદ માણ્યો હતો. નવરાત્રી ને લઇ પાવાગઢ ખાતે ભક્તોનો પ્રવાહ વધારે હોવાથી પોલીસ તેમજ વહીવટી તંત્ર દ્વવારા પ્રતિવર્ષની જેમ યાત્રિકોને સલામતી અને સુરક્ષાને લઈ પાવાગઢ તળેટી થી પાવાગઢ ડુંગર સુધી સી.સી.ટીવી કેમેરા સજ્જ કરવામાં આવ્યું છે. જે જગ્યા ઉપર સી.સી. ટીવી કૅમેરા નથી ત્યાં પોલીસ પોઈન્ટ મૂકવામાં આવ્યો છે. પોલીસ વિભાગ દ્વારા ૮૦૦ પોલીસ કર્મી સજ્જ બની યાત્રિક ઉપર બાજ નજર રાખવામાં આવી રહી છે. એસટી બસ વિભાગ દ્વારા ગત રાત્રીના ૧૨ વાગ્યાથી અવિરત ૬૦ એસટી બસ દોડાવવામાં આવી હતી.

તળેટીથી માંચી જવા પાસધારકોને ના પાડતાં ઊહાપોહ

તળેટી થી માંચી ડુંગર પર પ્રતિબંધ દરમિયાન ખાનગી વાહનો આવવા જવા માટે જે પાસ બનાવી આપવામાં આવ્યા હતા. તે પાસધારકોને વહેલી સવારથી ઉપરોક્ત સરકારી રંગારંગ કાર્યક્રમમાં વીવીઆઈપી મહેમાનોનું આગમન થનાર હોઈ, પોતાના ખાનગી વાહનો લઈને માંચી સુધી જવા પર પોલીસ દ્વારા રોક લગાવવામાં આવતાં ભારે ઉહાપોહ થયો હતો. જ્યારે આઠમે આવનાર માઈભક્તો ને લઈને બંદોબસ્તમાં હાજર પોલીસે પ્રશાસનના ઉપરોક્ત કાર્યક્રમને લઈને ત્યાં બંદોબસ્તમાં જાેતરાવાનો વારો આવ્યો હતો. જ્યારે ખ્યાતનામ સુફી ગાયક ઓસમાન મિર દ્વારા મહાઆરતી મહોત્સવમાં પોતાના સંગીતની સુરાવલી પીરસવામાં આવનાર હોવાથી, સામાન્ય પ્રજાએ ભારે હાલાકી ભોગવવી પડી હતી